નવી દિલ્હી. દેશભરમાં ૧૬ જાન્યુઆરીથી કોરોના વાયરસને હરાવવા માટે રસીકરણ ચાલી રહ્નાં છે. રસી લગાવ્યા બાદ અનેક જગ્યાઍ સાઇડ ઇફેકટ્સ હોવાના સમાચાર આવી રહ્નાા છે. આ દરમિયાન કર્ણાટકના બલ્લારી જિલ્લામાં રસી લગાવ્યા બાદ ઍક હેલ્થ વર્કરનું મોત થયાનો મામલો સામે આવ્યો છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાનુંસાર ૪૩ વર્ષના હેલ્થ વર્કરને શનિવારે બપોરે ૧ વાગે રસી લગાવવામાં આવી હતી. જે બાદ તે બિલકુલ ઠીક હતો. તેનામાં કોઇ સાઇડ ઇફેકટ દેખાયા નહોંતા. સોમવારે રાતે તેનું મોત થયું છે. જો કે સરકાર અથવા રાજયના સ્વાસ્થ્ય અને ચિકિત્સા શિક્ષા મંત્રી ડો. સુધાકરના જણાવ્યાનુંસાર મોતનું કારણ રસી નથી.
મીડિયા રિપોર્ટના જણાવ્યાનુંસાર હેલ્થ વર્કર નાગારાજુ સંડૂર જનરલ હોલ્ખિટલનો કર્મચારી હતો. સોમવારે બપોરે તેને છાતીમાં દુઃખાવો અને શ્વાસમાં સમસ્યા બાદ તેને હોલ્ખિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન તેનું મોત નિપજયુ હતુ. લાશને પોસ્ટમોર્ટમ માટે વિજયનગર ઇન્સ્ટીટ્યૂટ અોફ મેડિકલ સાયન્સ મોકલવામાં આવ્યો હતો. વિમ્સના શરુઆતના રિપોર્ટ અનુસાર હેલ્થ વર્કર શુગર અને હાઇ બ્લડપ્રેશર સહિત બીજી બિમારીઅો પણ હતી.
આ વિશે વિમ્સના ડાયરેકટર ડો. બી દેવાનંદે જણાવ્યું કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મોતનું કારણ સ્પષ્ટ થશે. શરુઆતના રિપોર્ટમાં મોત રસીના કારણે નહીં બલ્કે કાર્ડિયોપલ્મનરી ફેલ થવાના કારણે થયું છે. રસીકરણ બાદની પરિસ્થિતિઅો સાથે જાડાયેલી કમિટીના જણાવ્યાનું સાર હેલ્થ વર્કરના મોતનું કારણ હાર્ટ અટેક છે. હાલમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જાવાઇ રહી છે.