PTMથી બુક કરાવતા ગેસ સિલિન્ડર મળી શકે ફ્રી


નવી દિલ્હી. ઍલપીજી સિલિન્ડર બુકિંગ માટે મોટી સંખ્યામાં લોકો પેટીઍમ ઉપયોગ કરી રહ્નાા છે. પેટીઍમ હવે ઍલપીજી સિલિન્ડર બુકિંગ માટે દેશના સૌથી મોટા પ્લેટફોર્મ બની ગયું છે. પેટીઍમ પોતાના ગ્રાહકો માટે થોડાક દિવસના અંતરાળમાં અનેક ઓફર લઈને આવતું રહે છે. પેટીએમએ રાંધણ ગેસ ગ્રાહકો માટે ફરી ઍક વાર શાનદાર ઓફર રજૂ કરી છે. જો તમે પેટીએમની આ ઓફરનો ઉપયોગ કરો છો તો તમે ઓછામાં ઓછા ઍક ગેસ સિલિન્ડરના પૈસા બચાવી શકો છો. ઍટલે કે આપને ફ્રીમાં ઍલપીજી ગેસ સિલિન્ડર મળી શકે છે.
આ ઓફરનો ફાયદો માત્ર ઍ લોકોને આપવામાં આવશે જેઓ પહેલીવાર પેટીએમથી ગેસ સિલિન્ડરનું બુકિંગ કરાવી રહ્નાા છે. ઓફરનો ફાયદો ઉઠાવવા માટે સૌથી પહેલા આપને પોતાના મોબાઇલમાં પેટીએમ ડાઉનલોડ કરવું પડશે. જો તમે પેટીએમ પોતાના નયા ગેસ સિલિન્ડરને બુક કરાવો છો તો આપને ભારે કેશબેક મળી શકે છે. આપને પોતાનું ગેસ સિલિન્ડર પેટીએમથી બુક કરવો પડશે. ત્યારબાદ આપને ૭૦૦ રૂપિયા સુધીનું કેશબેક મળી શકે છે. આ લાભ પહેલીવાર થી ગેસ સિલિન્ડર બુકિંગ પર જ મળી રહ્ના છે.
પેટીએમની આ ઓફર ત્યારે કામ કરશે જ્યારે આપની બુકિંગ અમાઉન્ટ ૫૦૦ રૂપિયા કે તેનાથી વધુ હશે. આ ઓફર માત્ર ૩૧ જાન્યુઆરી સુધી લાગુ કરવામાં આવી છે. જ્યારે તમે પેમેન્ટ કરશો ત્યારે આપને ઍક સ્ક્રેચ કૂપન મળશે. આ કૂપન બુકિંગના ૨૪ કલાકની અંદર આપને મળી જશે. આ કૂપનને તમારે ૭ દિવસની અંદર ખોલવાની રહેશે. ત્યારબાદ આપના ઍકાઉન્ટમાં કેશબેક થઈ જશે. ૫૦૦ રૂપિયા સુધીના આ કેશબેક પેટીઍમ ઍપના માધ્યમથી પહેલી વાર ઍલપીજી ગેસ સિલિન્ડર બુક કરાવનારા ગ્રાહક પણ મેળવી શકે છે.

Leave a Reply

Translate »