કઠુઆના હીરાનગરમાં સુરંગ મળી, દસ દિ’માં બીજી સુરંગ

પાકિસ્તાન આતંકવાદીઓની જમ્મુ-કાશ્મીરમાં ઘુષણખોરી કરવાની નાપાક કોશિશોમાં લાગેલું છે. અને ઍ જ કારણ છે અવારનવાર પાકિસ્તાન સીમા પાસેના વિસ્તારોમાંથી પાકિસ્તાની સૈનિકો દ્વારા બોર્ડર સીઝફાયર ઉલ્લંઘન કરીને ગોળીબાર કરવો અને સુરંગોના રસ્તેથી આતંકવાદીઓની ઘુષણખોરી કરવાની ઘટનાઓને ભારતના સતર્ક જવાનોઍ નિષ્ફળ બનાવી દીધી છે. શનિવારે કઠુઆના હીરાનગરમાં આઈબીની પાસે પાનસર વિસ્તારમાં ઍક સુરંગ મળી છે.
જાણકારી અનુસાર હીરાનગર ઈન્ટરનેશનલ બોર્ડર પર હવે પંજાબથી જાડાયેલ પાનસર અને પહાડપુરની વચ્ચે ઝીરો લાઈન અને તારબંધી વચ્ચે ટનલ મળી છે. હીરનગરમાં ૧૦ દિવસોની અંદર પાકિસ્તાન તરફથી ખોદવામાં આવેલી આ બીજી ટનલ મળી છે. ૪ દિવસ પહેલાં આ જ સથ્ળે ઍક મોટો ખાડો મળ્યો હતો. સુરંગની તપાસ અધિકારીઓઍ શરૂ કરી દીધી છે.
૧૩ જાન્યુઆરી બોબિયા ક્ષેત્રમાં દોઢસો મીટર લાંબી ટનલ મળી હતી, ૧૮ નવેમ્બર ૨૦૨૦ઍ સાંબામાં આંતરરાષ્ટ્રીય સીમા પાસેના ગામમાં સુરંગ મળી હતી. ઓગસ્ટ ૨૦૨૦ઍ સાંબામાં પાકિસ્તાન દ્વારા આતંકવાદીઓની ઘુષણખોરીના ઈરાદે સુરંગ મળી હતી, ૧૪ ફેબ્રુઆરી ૨૦૧૭ઍ રામગઢના ચમલિયાલ ગામના છન્ની ફતવાલમાં ૨૦ મીટર લાંબી સુરંગ મળી હતી, વર્ષ ૨૦૧૬માં આરઍસપુરાના અલાહ માઈ દે કોઠેમાં પાકિસ્તાન દ્વારા બનાવેલ સુરંગ મળી હતી.

Leave a Reply

Translate »