સ્વ. કેશુબાપા, કનોડિયા બંધુઓને મરણોત્તર પદ્મ એવોર્ડ, પોલીસદળમાં પણ અનેકને રાષ્ટ્રપતિ ચંદ્રક

કેન્દ્ર સરકારે પ્રજાસત્તાક દિનના આગલા દિને વર્ષ 2021ના પદ્મ એવોર્ડની જાહેરાત કરી છે. જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ અને સવાયા ગુજરાતી ફાધર વાલેસ સહિત કુલ 5 ગુજરાતી હસ્તીઓને પદ્મ સન્માન આપવાની જાહેરાત કરવામાં આવી છે. કેશુભાઈ પટેલને મરણોત્તર પદ્મભૂષણ જ્યારે મહેશ-નરેશનું કનોડિયા બંધુ બેલડીને મરણોત્તર , દાદુદાન ગઢવી, ડો. ચંદ્રકાંત મહેતા અને ફાધર વાલેસને મરણોત્તરને પદ્મશ્રી એવોર્ડ એનાયત કરવામાં આવશે.

ગુજરાતના 19 પોલીસ અધિકારી-જવાનોને રાષ્ટ્રપિત ચંદ્રકો જાહેર

ગુજરાતના 19 પોલીસ અધિકારી અને જવાનોએ રાષ્ટ્રપતિ ચંદ્રકો એનાયત કરવામાં આવશે. જે નામો આ મુજબ છે.

મોટર ટ્રાન્સપોર્ટ, પોલીસ કમિશનર કચેરી, અમદાવાદના પી.આઈ. બી.એન. શાહ અને પોલીસ કમિશનર કચેરી, અમદાવાદ વાયરલેસ પી.આઈ. કે.જે. ચાંદનાને વિશિષ્ટ સેવા અંગેના પોલીસ મેડલ એનાયત કરવામાં આવશે. આઈજી ડૉ. અર્ચના શિવહરે, આઈજી જે. આર. મોથલીયા, DySP આર.કે.પટેલ (બનાસકાંઠા જિલ્લો),DySP આર.આર. સરવૈયા(સુરત શહેર) , DySP બી.ડી માલી (કમાન્ડો તાલીમ, ખલાલ), DySP વિક્રમ ઉલવા (ગાંધીનગર), ડીવાયએસપી રાજેશ બારડ (ગાંધીનગર),DySP કે.પી. પટેલ (કલગામ, વલસાડ)નો સમાવેશ થાય છે. .SRPમાં ફરજ બજાવતાં DySP કે.પી પટેલને પણ મેડલ મળ્યો છે.

શ્રેષ્ઠ કામગીરી બદલ પોલીસ કમિશ્નર કચેરી, સુરત ખાતે ફરજ બજાવતા ત્રણ પોલીસ જવાનોની રાષ્ટ્રપતિ ચંદ્રક માટે પસંદગી

સૂરતઃસોમવારઃ- ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા અધિકારીઓ અને જવાનોની પ્રસંશનીય સેવા બદલ ગણતંત્ર દિવસની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રપતિ દ્વારા એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે, જેમાં શ્રેષ્ઠ કામગીરી બદલ સુરતના ત્રણ પોલીસ જવાનોની રાષ્ટ્રપતિ ચંદ્રક માટે પસંદગી કરવામાં આવી હતી. સુરતના પોલીસ કમિશનર કચેરી ખાતે ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષકશ્રી આર.આર.સરવૈયા અને બિનહથિયારી મદદનીશ સબ ઇન્સ્પેકટરશ્રી જિતેન્દ્ર વિઠ્ઠલભાઈ પટેલ તેમજ શહેર ક્રાઈમ બ્રાંચમાં બિનહથિયારી હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતાં શ્રી યોગેન્દ્રસિંહ નરેન્દ્રસિંહ કોસાડાની રાષ્ટ્રપતિ ચંદ્રક માટે પસંદગી થઈ છે. સુરત પોલીસ કમિશનરશ્રી અજય તોમર અને પોલીસ વિભાગે આ પોલીસ જવાનોને અભિનંદન પાઠવ્યાં છે.

Leave a Reply

Translate »