સુરત માં તિરંગા યાત્રા માં અલ્પેશ કથીરિયા,ધાર્મિક માલવિયા સહીત 200 કરતા વધુ પાસ આગેવાનોની ધરપકડ

પાટીદાર અનામત આંદોલન સિમિતિ ના બેનર નીચે આજે 26મી જાન્યુઆરી ના દિવસે વરાછા વિસ્તાર માં સરકારી કોલેજ, ખેડૂતો ને ન્યાય, આંદોલન દરમિયાન થયેલા ખોટા કેસો પાછા ખેંચવા જેવી માંગ સાથે આજે રેલી કાઢવામાં આવી હતી આ દરમિયાન 200 થી વધુ લોકોની સુરત પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આજરોજ સમગ્ર દેશભરમાં 72માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી થઈ રહી છે, ત્યારે ગુજરાતમાં પણ ધામધુમથી લોકો પ્રજાસતાક દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. તેવી રીતે સુરતમાં પણ યુવકો તિરંગો ફરકાવીને ઉજવણી કરી રહ્યા હતા. તે દરમ્યાન સુરત માંથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે.

મળતી માહિતી મુજબ સુરત શહેરના સરથાના વિસ્તારમાંથી પાટીદાર અનામત આંદોલન સમિતિની તિરંગા યાત્રા નીકળે તે પહેલા પોલીસે દોઢસો જેટલા લોકોની અટકાયત કરી છે. સરથાણા વિસ્તારમાંથી તિરંગા યાત્રા નીકળવાની હતી. યાત્રા અગાઉ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. પોલીસ પરવાનગી ન હોવા છતાં યાત્રા કાઢવા જતા અટકાયત કરાઇ હતી.

પાટીદાર અનામત આંદોલન સમિતિની તિરંગા યાત્રા, યાત્રા નીકળે તે અલ્પેશ કથીરિયા સહીત 150 થી વધારે લોકોને પહેલાં પોલીસે 50 લોકોની કરી અટકાયત, સરથાણા વિસ્તારમાંથી નીકળવાની હતી તિરંગા યાત્રા, યાત્રા અગાઉ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો, પોલીસ પરવાનગી ન હોવા છતાં યાત્રા કાઢવા જતા અટકાયત કર્યાની માહિતી સામે આવી છે.

સુરત પોલીસને તિરંગો ફરકાવી રહેલા યુવાનો 50થી વધુ લોકોને સરથાણા પોલીસ મથકે લઈ જવાયા હતા. આ ઉપરાંત, સરથાણા થી વરાછા મીની બજાર ખાતે તિરંગા યાત્રાનું પાસ દ્વારા કરાયું હતું આયોજન, કાપોદ્રા, વરાછા સહિત અલગ અલગ સ્થળોએથી 150 જેટલા પાસ કાર્યકરો ની અટકાયત કરવામાં આવી છે. હાલ તમામ ને પોલીસ ની નજર કેદ હેઠળ રાખવામાં આવ્યા છે.

સુરત શહેરના સરથાણા વિસ્તારથી વરાછા મીની બજાર સુધી તિરંગા યાત્રાનું પાસ દ્વારા આયોજન કરાયું હતું. ઉલ્લેખનીય છે કે સુરત શહેરના કાપોદ્રા, વરાછા સહિત અલગ અલગ સ્થળોએથી 150 જેટલા પાસ કાર્યકરોની અટકાયત કરાઇ હતી.

સમાચાર ના વધુ અપડેટ મેળવતા રહેવા અમારી સાથે જોડાયેલા રહો આભાર.

Leave a Reply

Translate »