દિલ્હીમાં ખેડૂતોની ટ્રેક્ટર પરેડ દરમિયાન લાલકિલ્લા પર થયેલા હિંસાનો આક્ષેપ ખેડૂત સંગઠનોએ પંજાબી એક્ટર દીપ સિદ્ધુ પર લગાવ્યો છે. દરમિયાન દીપ સિદ્ધુએ એક વીડિયો જાહેર કરીને કહ્યું કે, લાલ કિલ્લા પર તેણે જ ઝંડો ફરકાવ્યો હતો. ભારતીય કિસાન યુનિયનના નેતા ગુરનામ સિંહ ચઢૂનીએ આક્ષેપ કર્યો છે કે ખેડૂત સંગઠનોનો લાલ કિલ્લા પર જવાનો કોઇ કાર્યક્રમ ન હતો. દીપ સિદ્ધુએ ખેડૂતોને ઉશ્કેર્યા અને આઉટર રિંગ રોડ પરથી લાલ કિલ્લા પર લઇ ગયો. ખેડૂતો શાંતિપૂર્વક આંદોલન કરી રહ્યા હતા. આ આંદોલ ધાર્મિક આંદોલન નથી. લાલ કિલ્લા પર અન્ય ઝંગો લગાવતી વખતે હાજર રહેલા અભિનેતા દીપ સિધૂએ મંગળવારે જણાવ્યું હતું કે દેખાવકારોએ રાષ્ટ્રધ્વજને હટાવ્યો નહતો અને ફક્ત વિરોધ માટે પ્રતિકાત્મકરૂપે નિશાન સાહિબને લગાવ્યો હતો. નિશાન સાહિબ સિખ શર્મનો પ્રતીક છે અને આ ઝંડો તમામ ગુરુદ્વારા પરિસરમાં લગાવવામાં આવે છે. દીપ સિધૂએ ફેસબુક પર પોસ્ટ કરેલા એક વીડિયોમાં દાવો કર્યો હતો કે તે કોઈ યોજનાબદ્ધ પગલું નહતું અને તેને કોઈ સાંપ્રદાયિક રંગ ના આપવો જોઈએ.
નવા કૃષિ કાયદા વિરુદ્ધ ફક્ત પ્રતિકાત્મક વિરોધ નોંધાવવા આમ કરવામાં આવ્યું હતું. અમે નિશાન સાહિબ અને ખેડૂતોનો ઝંડો લગાવ્યો હતો સાથે જ ખેડૂત મજૂર એકતાના સૂત્રો પણ લગાવ્યા હતા. સિધૂએ વધુમાં જણાવ્યું કે લાલ કિલ્લા પર ધ્વજ-સ્તંભ પરથી રાષ્ટ્રધ્વજને હટાવવામાં આવ્યો નહતો અને કોઈએ પણ દેશની અખંડિતતા પર સવાલ નથી ઉઠાવ્યો. છેલ્લા થોડા મહિનાથી ખેડૂત આંદોલન સાથે સંકળાયેલા દીપ સિધૂએ જણાવ્યું કે જ્યારે લોકોના વાસ્તવિક અધિકારોને નજરઅંદાજ કરવામાં આવે છે ત્યારે આ પ્રકારના એક પ્રજા આંદોલનનો રોષ ભડકતો હોય છે. દિલ્હીમાં જે કંઈ પણ થયું તે આક્રોશ જ હતો.
વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સાથેના ફોટો વાયરલ
ગત લોકસભા ચૂંટણીમાં દીપ સિદ્ધુએ ગુરદાસપુર બેઠક પરથી ભાજપ સાંસદ અને બોલીવુડ અભિનેતા સન્ની દેઓલ માટે ચૂંટણી પ્રચાર કર્યો હતો. દીપ સિદ્ધુ ભાજપની નજીક હોવાની વાતને લાઇને સોશિયલ મીડિયા પર તેની વડાપ્રધાન મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને સાંસદ સની દેઓલ સાથેની તસવીરો વાયરલ થઇ રહી છે. કીર્તી કિસાન યુનિયનના ઉપઅધ્યક્ષ રજીન્દર સિંહ દીપસિંહવાલાએ જણાવ્યું કે, કેન્દ્ર સરકાર શરૂઆતથી જ ખેડૂત આંદોલનને સાંપ્રદાયિક રંગ આપવા ઇચ્છતી હતી. દીપ સિદ્ધુ તેમની સારી સેવા કરી છે.
ખાલિસ્તાની સમર્થક હોવાનો આક્ષેપ NIAએ આપી
દીપ સિદ્ધુ ખેડૂત આંદોલનમાં સતત બે મહિનાથી સક્રિય છે. થોડા દિવસ પહેલા દીપને શિખ ફોર જસ્ટિસ (SFJ) સાથે સંબંધોને લઇને રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ નોટિસ પણ મોકલી હતી. દીપે ગત વર્ષે આંદોલન દરમિયાન કિસાન યુનિયનની લીડરશીપને લઇને સવાલ ઉભા કર્યા હતાં. આ દરમિયાન તેણે શંભુ મોર્ચા નામથી નવું ખેડૂત સંમેલન જાહેર કર્યું હતું. ત્યારે તેના મોર્ચાને ખાલિસ્તાન સમર્થિત ચેનલોએ સમર્થન આપ્યું હતું.
એક સમયે સની દેઓલના સહયોગી હતા
2019માં સની દેઓલ લોકસભા ચૂંટણીમાં ગુરદાસપુર બેઠકથી ચૂંટણી લડ્યા હતા ત્યારે દીપ સિધૂ બોલીવૂડ અભિનેતાના સહયોગી હતા. 2019માં ચૂંટણી પ્રચારમાં તેઓ સની દેઓલની સાથે રહેતા હતા.
મારે તેમની સાથે કોઈ સંબંધ નથી : સની દેઓલ
તેમનો દીપ સિદ્ધુ સાથે કોઈ સંબંધ નથી. સની દેઓલે આ વાત અત્યારે એટલા માટે કહી છે, કેમકે એવું માનવામાં આવે છે કે, દીપ સિદ્ધુ સની દેઓલના ખૂબ ખાસ છે. – એક્ટર સની દેઓલ
દીપ સિધૂ કોણ છે
દીપ સિધૂ પંજાબી ફિલ્મોના અભિનેતા છે અને સામાજીક કાર્યકર પણ છે. દીપે પોતાની ફિલ્મ ક્ષેત્ર કારકિર્દીની શરૂઆત પંજાબી ફિલ્મ રમતા જોગીથી કરી હતી, જેના નિર્માતા ધર્મેન્દ્ર છે. દીપ સિધૂનો જન્મ 1984માં પંજાબના મુક્તસર જિલ્લામાં થયો છે. દીપે કાયદાનો અભ્યાસ કર્યો છે. તે કિંગફિશર મોડેલ એવોર્ડ પણ જીતી ચૂક્યો છે. 17 જાન્યુઆરીએ સિખ ફોર જસ્ટિસ સાથે જોડાયેલા મામલામાં એનઆઈએએ સિધૂને સમન પાઠવ્યું હતું.