ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ શાળાના શૈક્ષણિક કાર્યને લઈને મહત્વની જાહેરાત કરી છે. કોરોના રસીકરણની સફળતા અને કોરોના સંક્રમિત કેસમાં ધ્યાનમાં રાખીને આગામી 1 ફેબ્રુઆરીથી ધો-9 અને ધો-11નું શિક્ષણ કાર્ય શરૂ રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે. 11 જાન્યુઆરીથી જ ધોરણ 10 અને 12 નું શિક્ષણકાર્ય શિક્ષણ કાર્ય શરૂ થઈ ચૂક્યું છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીની આગેવાનીમાં મળેલી આજની કેબીનેટ બેઠકમાં કોરોનાને લગતા તમામ ઠરાવો અને સૂચનોને ધ્યાનમાં રાખીને ધોરણ -9 અને ધોરણ -11 ના વર્ગો શરૂ કરવામાં આવશે. કોરોનાની સ્થિતિ સામાન્ય બનતા જ, વાલીઓ પણ વિદ્યાર્થીઓને સંમતિ પત્ર સાથે શાળાએ મોકલી રહ્યા છે અને ધીરે-ધીરે વિદ્યાર્થીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે.