ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માં અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમી ઝંપલાવી રહી છે અને આગામી 4 ફેબ્રુઆરીએ અસદ્દુદીન ઔવેસી પોતે ગુજરાત આવશે અને અમદાવાદમાં એક સભા યોજે તેવી સંભાવના છે. આ માહિતી પાર્ટીના ગુજરાત અધ્યક્ષ સાબીર કાબલીવાળાએ મીડીયા સાથે શેર કરી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં BTP સાથે AIMIMIનું ગઠબંધન કર્યું છે. ઓવૈસી અમદાવાદ તેમજ ભરૂચમાં ચૂંટણી પ્રચાર કરશે અને BTPના છોટુ વસાવા સાથે બેઠક કરશે એવા મીડીયા રિપોર્ટ સામે આવી રહ્યાં છે. AIMIMના ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે 19મીના રોજ ટ્વીટ કરીને ઓવૈસી કોંગ્રેસના ભૂતપૂર્વ ધારાસભ્ય સાબીર કાબલીવાલાની નિમણૂંક કરી છે. હવે રાજ્યમાં ઓવૈસી પણ આવી રહયા છે. સંભવત: ક્યા મુસ્લિમ મતદારો ઉપરાંત દલિત, પીછડી જાતિના મતદારો અસર કરે છે અને જીતવાની આશા છે તે વાતો પર ઔવેસી ચર્ચા કરે અને કેટલાક આગેવાનોને પણ મળે તેવી સંભાવના છે. હૈદરાબાદ અને મહારાષ્ટ્ર તેમજ બિહાર ચૂંટણીમાં સારો દેખાવ કરનારી ઔવેસીની પાર્ટી ગુજરાતમાં પણ તે સંભાવના જુએ છે. જોકે, ગુજરાતની તાસીર છે કે અહીં ત્રીજો પક્ષ ફાવ્યો નથી. શંકરસિંહ વાઘેલા આ પહેલા પણ પોતાનો પક્ષ રાષ્ટ્રીય જનતા પાર્ટી બનાવી ચૂક્યા છે પણ ફાવ્યા નથી. ઉપરાંત બીજા પક્ષો જીપીપી સહિત પણ ફેલ થયા છે ત્યારે હવે ઔવેસીની પાર્ટી ગુજરાતમાં શું કરે છે તે જોવું રહ્યું.