યોગેન્દ્ર યાદવ, સિરસા સહિત 20 ખેડૂત નેતાઓ પાસેથી પોલીસે 3 દિવસમાં જવાબ માંગ્યો

દિલ્હી પોલીસ બુધવાર સવારથી જ એક્શનમાં છે. પહેલાં 37 ખેડૂત નેતાઓ પર રેલીની શરતો તોડવાનો આરોપ લગાવીને તેમની સામે ફરિયાદ નોંધવામાં આવી છે. પછી મોડી રાતે 20 ખેડૂત નેતાઓ સામે નોટિસ જાહેર કરીને તેમને પુછવામાં આવ્યું છે કે, તેમની સામે કાયદાકીય કાર્યવાહી કેમ ન થવી જોઈએ, તેનો 3 દિવસમાં જવાબ આપવામાં આવે.જે 4 નેતાઓને નોટિસ આપવામાં આવી છે તેમાંથી અત્યાર સુધીમાં 4 નેતાઓના નામ જ સામે આવ્યા છે. આ નેતાઓમાં યોગેન્દ્ર યાદવ, દર્શન પાલ, બળદેવ સિંહ સિરસા અને બલવીર સિંહ રાજેવાલ સામેલ છે. પોલીસે જે નોટિસ મોકલી છે તેમાં કહેવામાં આવ્યું છે કે, ગણતંત્ર દિવસે લાલકિલ્લામાં કરવામાં આવેલી તોડ-ફોડ એક દેશદ્રોહી હરકત છે.

દિલ્હી પોલીસ દ્વારા 26મી જાન્યુઆરીની હિંસાને લઈને 25 જેટલી એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. પંજાબી એક્ટર દીપ સિધૂ અને લખ્ખાના નામ એફઆઈરઆમાં હોવાનું જણાયું છે. દિલ્હી પોલીસે ટ્રેક્ટર રેલી સંદર્ભે પોલીસ સાથે થયેલી સમજૂતિને નહીં સ્વીકારવા બદલ યોગેન્દ્ર યાદવ, સિરસા સહિતના 20 ખેડૂત નેતાઓને નોટિસ ફટકારી છે અ તેમને ત્રણ દિવસમાં જવાબ આપવા જણાવ્યું છે.

Leave a Reply

Translate »