ખેડૂતોને આંદોલન સ્થળેથી હાંકી કાઢવા ગામવાસીઓનો મોરચો

દિલ્હીની સિંઘુ બોર્ડર પર ખેડૂતો 2 મહિનાથી કૃષિ કાયદાઓની વિરુદ્ધ આંદોલન કરી રહ્યા છે પણ પ્રથમવાર તેમને ખુદ વિરોધની સ્થિતિનો સામનો કરવો પડ્યો છે. ગુરૂવારે બપોરે કેટલાક લોકો સિંઘુ બોર્ડર પર પહોંચ્યા હતા અને સમગ્ર વિસ્તાર ખાલી કરવાની માગણી સાથે નારેબાજી કરવા લાગ્યા હતા. તેઓ પ્લાકાર્ડ સાથે આવ્યા હતા, જેના પર લખ્યું હતું કે તિરંગાનું અપમાન સહન નહીં કરીએ. આ લોકો લાલ કિલ્લા પર હિંસાની ઘટના અંગે નારાજગી વ્યક્ત કરી રહ્યા હતા. દિલ્હીની સિંધુ બોર્ડર પાસે આંદોલન કરી રહેલાં ખેડૂતો વિરુદ્ધ ગામના લોકોનો ગુસ્સો ફૂટી નીકળ્યો છે. ગામના લોકોએ ખેડૂતો વિરુદ્ધ પ્રદર્શન કર્યું અને નારેબાજી કરી. સાથે જ તેમની માગ હતી કે હાઇવે ખાલી કરવામાં આવે. ગામના લોકોનું કહેવું છે કે, લાલ કિલ્લા પર જેવી રીતે તિરંગાનું અપમાન થયું, તે સહન નહીં કરે. હિંદુ સેના સંગઠન સહિત અન્ય ગામના લોકોએ હાઇવે ખાલી કરવાની માંગ કરી.

Leave a Reply

Translate »