
નવા કૃષિ બિલના વિરોધમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનને લઈને પોપસિંગર રિહાના અને સોશિયલ એક્ટિવિસ્ટ ગ્રેટા થુનબર્ગ પછી હવે પૂર્વ પોર્ન સ્ટાર મિયા ખલીફાએ પણ ટ્વીટ કર્યુ છે. મિયા ખલીફાએ ખેડૂત આંદોલન અંગે એલાન કરી દીધું છે અને ખેડૂતોને પોતાનું સમર્થન જાહેર કરી દીધું છે ભારતમાં છેલ્લા બે મહિનાથ ચાલી રહેલા ખેડૂત આંદોલનનના પડઘા હવે આંતરાષ્ટ્રીય સ્તરે પણ પડ્યા છે. ત્રણ કૃષિ કાયદા રદ કરવાની માગ સાથે દિલ્હીની સરહદો પર અડિંગો જમાવીને બેઠેલા ખેડૂતોને પોપ સ્ટાર રિહાના તેમજ જળવાયુ પરિવર્તન કાર્યકર્તા ગ્રેટા થનબર્ગ જેવા આંતરાષ્ટ્રીય ચહેરાઓનું સમર્થન પ્રાપ્ત થયું છે. રિહાનાએ સૌપ્રથમ ટ્વીટ કરતા ખેડૂતોના આંદોલનને આંતરાષ્ટ્રીય સ્તરે સમર્થન મળવાનું શરૂ થયું હતું.
પર્યાવરણ ક્ષેત્રે કામ કરનાર ભારતીય એક્ટિવિસ્ટ લિસિપ્રિયા કંગુજમે પણ ટ્વિટર પર ખેડૂતનો સમર્થન કર્યું હતું.

ક્લાઈમેટ ચેન્જ એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે અમે ભારતમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનની સાથે મક્કમતાથી ઉભા છીએ.
આંતરાષ્ટ્રીય પોપ સ્ટાર રિહાનાએ ટ્વીટ કર્યા કલાકો બાદ ગ્રેટા થનબર્ગે આ ટ્વીટ કર્યું હતું. રિહાનાએ પણ ખેડૂતો પ્રત્યે પોતાની એકતા દર્શાવી હતી અને કહ્યું કે, આખરે આ અંગે શા માટે કોઈ વાત નથી કરી રહ્યું. રિહાનાનું ટ્વીટ ત્યારે આવ્યું જ્યારે પ્રદર્શનસ્થળે ઈન્ટરનેટ સેવા ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો હોવાના અહેવાલ સામે આવ્યા છે.