RBIની નવી ક્રેડિટ પોલીસીની જાહેરાત, વ્યાજદરોમાં કોઈ ફેરફાર નહી

RBIએ શુક્રવારે નવી ક્રેડિટ પોલીસીની સમિક્ષા કરી છે. મધ્યસ્થ બેંકે આ વખતે પણ વ્યાજદરોમાં કોઈ ફેરફાર કર્યાં નથી. બજેટ બાદ મધ્યમ વર્ગને ફરી એકવાર નિરાશા સાંપડી છે. RBI ગવર્નર શશીકાંત દાસે પ્રેસ કોન્ફરન્સમાં નવી ક્રેડિટ પોલીસીની જાહેરાત કરી. આ સાથે જ હોમ લોન, ઓટો લોન સહિતનું ધિરાણ લેનારા ગ્રાહકોને વધુ વ્યાજ નહીં ચુકવવું પડે અને વર્તમાન દર યથાવત્ રહેશે. આરબીઆઈએ ધિરાણ નીતિમાં અનુકૂળ વલણ અપનાવતા પ્રમુખ વ્યાજદર રેપોરેટ 4 ટકા તેમજ રિવોર્સ રેપોરેટ 3.35 ટકા જાળવી રાખ્યા છે.

આરબીઆઈ ગર્વનર શક્તિકાંત દાસે મોનેટરી પોલિસી કમિટીની બેઠક પૂર્ણ થયા બાદ એક સંબોધનમાં જણાવ્યું હતું કે, રેપોરેટ અને રિવર્સ રેપોરેટમાં કોઈ બદલાવ કરવામાં આવ્યો નથી. મોનેટરી પોલિસી બેઠકમાં આર્થિક વૃદ્ધિને આગળ ધપાવવા માટે અકૂળ વલણ અપનાવાયું હતું. મધ્યસ્ બેન્કે માર્ચ 2020થી અત્યાર સુધીમાં રેપોરેટમાં 1.15 ટકાનો ઘટાડો કર્યો છે.

રિઝર્વ બેન્કે સળંગ ચોથી વખત વ્યાજ દરમાં કોઈ જ બદલાવ નથી કર્યો. છેલ્લે 22 મેએ આરબીઆઈએ વ્યાજદરમાં ઘટાડો કર્યો હતો અને ઐતિહાસિક નીચી સપાટીએ જાહેર કરાયા હતા.

એમપીસીની 27મી બેઠકમાં ત્રણ બાહ્ય સભ્યો આશિમા ગોયલ, જયંત આર વર્મા અને શશાંક ભીડે ઉપસ્થિત રહ્યા હતા. બેઠક 3 ફેબ્રુઆરીએ શરૂ થઈ હતી. કેન્દ્રીય બજેટ બાદ આ સૌપ્રથમ બેઠક રહી છે. આગામી નાણાકીય વર્ષ માટે આરબીઆઈએ 14.5 ટકાનો જીડીપીનો અંદાજ રાખ્યો છે જ્યારે ફિસ્કલ ડેફિસિટનો લક્ષ્યાંક 6.8 ટકા રખાયો છે.  

બેઠકમાં વાર્ષિક ફુગાવાનો 4 ટકાનો લક્ષ્યાંક રખાયો છે જેમાં 2 ટકાની વધઘટની છૂટનો અવકાશ રહેશે તેવો નિર્ણય કરવામાં આવ્યો હોવાનું આરબીઆઈ ગર્વનરે જણાવ્યું હતું.

Leave a Reply

Translate »