તમારૂં એસબીઆઈ બેંકમાં એકાઉન્ટ છે તો જરૂર વાંચો : એટીએમથી રોકડ ઉપાડવાના નિયમો બદલાયાં

દેશની સૌથી મોટી સરકારી બેંક ઍસબીઆઈઍ શુક્રવારે ઍટીઍમ મશીનમાંથી રોકડ ઉપાડવાના નિયમો બદલ્યા છે. ગ્રાહકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યાનું બેંક તરફથી જણાવવામાં આવ્યું છે. ઍસબીઆઈની વેબસાઇટના જણાવ્યા પ્રમાણે જા બેંક ખાતામાં પુરતી બેલેન્સ નહીં હોવાને કારણે ટ્રાન્ઝેક્શન રદ થશે તો બેંક આ માટે કાર્ડ ધારકને ચાર્જ લગાડશે. આવા પ્રત્યેક ફેલ ટ્રાન્ઝેક્શન પર ૨૦ રૂપિયા જીઍસટી ચાર્જ ચૂકવવો પડશે. ઍસબીઆઈ તરફથી તેના ગ્રાહકો પર નૉન-ફાઇનાન્સિયલ ટ્રાન્ઝેક્શન માટે પણ ફરજિયાત ચાર્જ નાખવામાં આવશે. ઍસબીઆઈની વેબસાઇટના જણાવ્યા પ્રમાણે નક્કી કરવામાં આવેલી મર્યાદા બહાર કરવામાં આવનારા કોઈ પણ વધારાના ફાઇનાન્સિયલ ટ્રાન્ઝેક્શન માટે ગ્રાહકોઍ ૧૦ રૂપિયાથી લઈને ૨૦ રૂપિયા જીઍસટી ચાર્જ ચૂકવવો પડશે. હાલમાં ઍસબીઆઈ મેટ્રો શહેરમાં મહિનામાં ઍટીઍમમાં આઠ ટ્રાન્ઝેક્શન માટે કોઈ ચાર્જ નથી લગાડતી. જેમાં પોતાની બેંક ઍટલે કે ઍસબીઆઈ ઍટીઍમ મશીનમાં પાંચ ટ્રાન્ઝેક્શન અને અન્ય બેંકના ઍટીઍમમાં ત્રણ ટ્રાન્ઝેક્શન શામેલ છે. આ ઉપરાંત જા ઍસબીઆઈ કાર્ડ ધારક પોતાના ઍટીઍમમાંથી ૧૦ હજાર રૂપિયાથી વધારે રોકડ ઉપાડશે તો આ માટે ઓટીપીની જરૂરી પડશે. જ્યારે પણ કાર્ડ ધારક ૧૦ હજારથી વધારે રકમ ઉપાડવાનો પ્રયાસ કરશે ત્યારે તેને પોતાના રજિસ્ટર થયેલા મોબાઇલ નંબર પર ઍક ઓટીપી મળશે. આ ઓટીપી મશીનમાં દાખલ કર્યા બાદ જ ટ્રાન્ઝેક્શન થઈ શકશે.

Leave a Reply

Translate »