22 વર્ષ પછી ચેન્નઇમાં ટીમ ઇન્ડિયા ફ્લોપ, ઇંગ્લેન્ડની ભારતીય જમીન પર સૌથી મોટી જીત

ચેન્નાઈમાં રમાઈ રહેલી ચાર ટેસ્ટ મેચની સિરીઝની પ્રથમ ટેસ્ટમાં ભારતને હારનો સામનો કરવો પડ્યો છે. ઈંગ્લેન્ડે ભારતને 227 રને હાર આપી છે, ભારતની ટીમ બીજા દાવમાં 192 રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી.

photo credit : outlookindia

ચોથા દિવસના અંતે ભારતે એક વિકેટ ગુમાવી ૩૯ રન કર્યા હતા. ટીમ ઇન્ડિયાએ પાંતમાં દિવસે ખેલની શરૂઆત કરી અને શુભમન ગિલ ૧૫ તથા ચેતેશ્વર પુજારાએ ૧૨ રનેથી પોતાની પારી આગળ વધારી હતી. પૂજારા અને ગિલ વચ્ચે બીજી વિકેટ માટે સારી ભાગીદારી ચાલી રહી હતી, પરંતુ જેક લીચની બોલિંગ પર પુજારા કેચ આઉટ થયો હતો. પૂજારાએ ૧૫ રન કર્યા હતા. જ્યારે શુભમન ગિલે કરિયરની ત્રીજી અડધીસદી ફટકારી હતી.

ચેન્નઇ ટેસ્ટના છેલ્લા દિવસે બીજા સેશનની શરૂઆતમાં જ જેક લીચે મેડન ઓવર નાંખી હતી. ૪૦ ઓવર બાદ ઇન્ડિયાનો સ્કોર ૧૪૪-૬ હતો. જ્યારે વિરાટ કોહલીએ તેના કરિયરની ૨૪મી અડધીસદી ફટકારી હતી. જે બાદ ટીમ ઇન્ડિયાને અશ્વિનના રૂપમાં ઝાટકો લાગ્યો હતો. અશ્વિન ૯ રન બનાવી આઉટ થઇ ગયો હતો. અશ્વિન બાદ વિરાટ કોહલી પણ ૭૨ રન બનાવી આઉટ થઇ ગયો હતો. બેન સ્ટોક્સે તેને ક્લીન બોલ્ડ કર્યો હતો. તે સમયે ટીમ ઇન્ડિયાનો સ્કોર ૧૭૮-૮ હતો.

વિરાટ કોહલીના આઉટ થયા બાદ શાહબાઝ નદીમ પણ પેવેલિયન પરત ફર્યો હતો. તે જેક લીચનો શિકાર બન્યો હતો. લીચની આ ચોથી વિકેટ હતી. નદીમ ખાતું પણ ખોલી શક્યો નહીં. ૪૨૦ રનના ટાર્ગેટ સામે ભારત ૧૯૨ રને સમેટાઇ ગયું. ભારતીય ટીમ ચાર વર્ષ બાદ ઘરેલૂ ટેસ્ટ મેચ હારી છે. આ પહેલાં ૨૦૧૭માં ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો.

Leave a Reply

Translate »