સુરત: આ પાર્ટીના ત્રણ ઉમેદવારોના ફોર્મ થયા રદ? કોણે કરી ભૂલ? કોનું ફોર્મ રદ કરવા માંગણી?

સુરત મહાનગર પાલિકાની ચૂંટણી માટેના ભરાયેલા ફોર્મ ચૂંટણી અધિકારીઓ દ્વારા ચકાસવામાં આવ્યા હતા. જેમાં ભારતીય જનતા પાર્ટીના તમામ 120 ફોર્મ સ્વીકારવામાં આવ્યા છે. કોંગ્રેસના 119 ફોર્મ સ્વીકારાયા છે. કોંગ્રેસ તરફથી પાસ કન્વિનર ધાર્મિક માલવિયાએ ફોર્મ ભર્યું ન હોવાથી કોંગ્રેસના 119 ઉમેદવારો મેદાનમાં છે. અનેક વાંધાઓ વચ્ચે ચૂંટણી અધિકારીઓની પરીક્ષાઓ થઈ હતી. જોકે, આમ આદમી પાર્ટીના બે ફોર્મ અને એનસીપીનું એક ફોર્મ રદ થયું હતું. આપ દ્વારા ભાજપના બે ફોર્મ રદ કરવાની માંગણી સાથે ધરણાં કરવામાં આવ્યા હતા.

રિપોર્ટ મુજબ આમ આદમી પાર્ટીના 2 ફોર્મ રદ્દ થાય છે. જેમાં વોર્ડ નંબર 18 મગોબ લિંબાયતમાં હેમંત શાહનું ફોર્મ મેન્ડેટ 10 મિનિટ લેટ રજૂ કરતા રદ્દ કરવામાં આવ્યું હતું. સગરામપુરા વોર્ડ નંબર 13 ના કવિતા મંડલનું ફોર્મ તેમના ટેકેદારને કારણે રદ થયું હતું. જ્યારે એનસીપીના વોર્ડ નંબર 29 રિતિક મહાપાત્રનું ફોર્મ રદ્દ કરવામાં આવ્યું છે.ચૂંટણી લડવા માટે લાયક ઉંમર 21ની ન હોય ફોર્મ રદ્દ થયું હતું. NCP ના 29 ફોર્મ માન્ય રાખવામાં આવ્યા છે.અન્ય 315 જેટલી અપક્ષ ઉમેદવારી થઈ છે. હવે 9મી ફેબ્રુઆરીએ ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખ હોય ખરું ચિત્ર ત્યારે સ્પષ્ટ થઈ જશે.

આ ઉમેદવારની બે પત્ની? ચૂંટણી પંચે વાંધો ઉડાવ્યો

બીજી તરફ વોર્ડ નંબર 21ના ઉમેદવારે પણ ગેરરીતિ દર્શાવી હોવાની ફરિયાદ કરવામાં આવી છે. જેથી ફોર્મ રદ્દ કરવાની માંગણીઓ થઈ રહી છે. નાનપુરાના કોંગ્રેસી ઉમેદવાર રેણુકાબેન ગોવાળિયાએ ફરિયાદ કરી હતી કે ભાજપના ઉમેદવાર અશોક રંદેરીયા એ તેમની એક પત્ની અંગેની માહિતી ઉમેદવારી પત્રમાં આપી છે પરંતુ બીજી પત્ની અને તેના સંતાન અંગેની માહિતી તેમજ તેમની પાસે રહેલી સંપત્તિ ની માહીતી નો ઉલ્લેખ ઉમેદવારી પત્રમાં કર્યો નથી.કોંગ્રેસ પક્ષ દ્વારા નિષ્ણાંત એડવોકેટ ઝમીર શેખ દ્વારા ઇલેક્શન પ્રિસાઇડિંગ ઓફિસરને ફરિયાદ કરી વાંધો લેવાયો હતો. જોકે, તેમના વકીલ જતીન ગાંધીએ તે અંગે કેટલાક પ્રમાણ રજૂ કર્યા હતા. જે બાદ આ વાંધો ચૂંટણી અધિકારીઓએ ઉડાવી દીધો હતો.

બે ઉમેદવાર પાસે બે ચૂંટણી કાર્ડ: આપનો વાંધો

ભાજપના વોર્ડ નંબર 16ના બે ઉમેદવાર દલસુખભાઈ પોપટભાઈ ટીંબડીયાં તેમજ મમતાબેન રાજેશભાઈ સુરેજા બન્નેના બબ્બે ચૂંટણી કાર્ડ છે અને બે જગ્યાએ મતદાર યાદીમાં નામ છે.
સવારે આમ આદમી પાર્ટીના ઉમેદવારો દ્વારા લેખિતમાં વાંધો લઈ રજુઆત કરવામાં આવી હતી. આમ આદમી દ્વારા ભાજપના વોર્ડ નંબર 8ના ઉમેદવાર પાલિકાના કર્મચારી હોવા છતાં ફોર્મ ભર્યાની વાત સાથે ધરણાં કરવામાં આવ્યા.

Leave a Reply

Translate »