જૂનાગઢમાં રાજકોટ હાઇવે પરની હોટલમાં વહેલી સવારે સિંહ આવી ચડ્યો, જુઓ વિડીયો

જૂનાગઢ શહેરમાં રાજકોટ હાઇવે પરની પ્રખ્‍યાત હોટલમાં બે દિવસ પૂર્વે વહેલી સવારે જંગલનો રાજા સિંહ આવી ચડ્યો હતો. હોટલમાં લટાર મારતો સિંહ સીસીટીવી કેમેરામાં કેદ થયો છે જંગલના રાજા સિંહે જુનાગઢ શહેરની પ્રખ્યાત હોટેલ સરોવર પોર્ટિકોમાં સોમવારે મળસ્કે ‘ચેક ઈન’ કર્યું હતું. હોટેલના સીસીટીવી કેમેરામાં સિંહ મેઈન ગેટથી અંદર પ્રવેશતો જણાયો હતો અને હોટેલના ગ્રાઉન્ડ ફ્લોર સહિતના એરિયામાં આરામથી લટાર મારી બહાર જવાનો રસ્તો નહીં મળતા ફરી મુખ્ય દ્વારેથી બહાર જતો રહ્યો હતો. સિંહે આશરે 40 સેકેન્ડનું રોકાણ હોટેલમાં કર્યું હતું. સીસીટીવીમાં આ દ્રશ્યો કેદ થઈ ગયા હતા અને સોશિયલ મીડિયામાં વાયરલ થયા હોવાથી હાલ લોકોના મુખે આ અંગેની ચર્ચા થઈ રહી છે કે સિંહને પણ જંગલ છોડી હોટેલમાં રહેવાનું મન થયું હશે.

https://www.youtube.com/watch?v=wHAQi7Algtc

સમગ્ર ઘટનાની પ્રાપ્ત વિગતો મુજબ જુનાગઢ રાજકોટ તરફના રોડ પર સરોવર પોર્ટિકો હોટેલ આવેલી છે. ગીર અને જુનાગઢ આસપાસ સિંહોનું શહેર તરફ વિચરણ સામાન્ય ઘટના છે. જો કે હોટેલમા સિંહ ઘૂસ્યો હોવાની આ લગભગ પ્રથમ ઘટના છે. સરોવર પોર્ટિકોના સીસીટીવી કેમેરા ફૂટેજમાં જણાયા મુજબ. 8 ફેબ્રુઆરીના સવારે 5 વાગ્યા આસપાસ સિંહે મુખ્ય ગેટ કૂદીને હોટેલની અંદર પ્રવેશ્યો હતો. સિંહ આશરે 40 સેકન્ડ સુધી અંદર રહ્યો હતો અને તે ગ્રાઉન્ડ ફ્લોર સહિતના સ્થળો પર ફરતો જણાયો હતો.

સદનસીબે આ સમયે હોટેલમાં રોકાયેલા યાત્રીઓ કે સ્ટાફના લોકો બહાર નહીં હોવાથી કોઈ અનિચ્છનિય બનાવ બન્યો નહતો. સિંહે બિન્દાસ્ત રીતે હોટેલના નીચેના ભાગમાં લટાર મારી હતી અને બાદમાં બહાર નિકળવા કોઈ માર્ગ નહીં મળતા તે ફરીથી આગળના દરવાજેથી કૂદીને જંગલ તરફ જતો રહ્યો હતો. આ સમગ્ર બનાવના સીસીટીવી ફૂટેજ વાયરલ થતા હાલ એક જ ચર્ચા ચાલી રહી છે કે સિંહને પણ હવે વન નાનું લાગતાં હોટેલમાં રોકાવાની ઈચ્છા થઈ હોય તેમ લાગી રહ્યું છે.

Leave a Reply

Translate »