તરૂણ મુસ્લિમ યુવતીના લગ્ન કાયદેસર જ ગણાયઃ હાઈકોર્ટ

મુસ્લિમ સમુદાયમાં લગ્ન અંગે વિવિધ સાહિત્યમાં કરેલા ઉલ્લેખ તેમજ કોર્ટ્સ દ્વારા અપાયેલા જજમેન્ટ્સના આધારે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે જણાવ્યું છે કે, મુસ્લિમ છોકરી ૧૮ વર્ષથી ઓછી વયે પણ લગ્ન કરી શકે છે. કોર્ટે જણાવ્યું હતું કે મુસ્લિમ પર્સનલ લૉ અનુસાર, તરુણાવસ્થામાં પ્રવેશી ચૂકેલી મુસ્લિમ છોકરીના લગ્ન કાયદેસરના જ ગણાય.
સર દિનશાહ ફર્દુનજી મુલ્લા દ્વારા લિખિત ’પ્રિન્સિપલ્સ ઓફ મોહમ્મદ લૉ’ નામના પુસ્તકના આિર્ટકલ ૧૯૫નો ઉલ્લેખ કરતાં હાઈકોર્ટે નોંધ્યું હતું કે મુસ્લિમ છોકરી પ્રજનનક્ષમ અવસ્થામાં પ્રવેશ કરી લે ત્યારબાદ તે પોતાની પસંદગીના કોઈપણ પુરુષ સાથે લગ્ન કરી શકે છે.
મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડના આિર્ટકલ ૧૯૫માં જણાવાયું છે કે, માનસિક રીતે સ્વસ્થ કોઈપણ પણ મુસ્લિમ પ્રજનનક્ષમ અવસ્થામાં પ્રવેશ્યા બાદ લગ્ન કરવા માટે સ્વતંત્ર છે. માનસિક રીતે અસ્વસ્થ કે પછી પ્રજનનક્ષમ અવસ્થામાં પ્રવેશ્યા ના હોય તેવા લોકો પોતાના વાલીની મંજૂરીથી લગ્ન કરી શકે. પરંતુ જા માનસિક રીતે સ્વસ્થ અને પ્રજનનક્ષમ અવસ્થામાં પ્રવેશેલા કોઈપણ મુસ્લિમના લગ્ન તેની મરજી વિરુદ્ધ કરાવાય તો તે માન્ય નથી, તેમ કોર્ટે જણાવ્યું હતું.
આ પુસ્તકમાં ઍવું પણ લખેલું છે કે વ્યક્તિ પ્રજનનક્ષમ વયમાં પ્રવેશી ગયો છે કે નહીં તેના પુરાવાની ગેરહાજરીમાં ૧૫ વર્ષની વયને તેના માટે યોગ્ય માનવામાં આવી છે. જસ્ટિસ અલ્કા શરીને પંજાબના ઍક મુસ્લિમ કપલ દ્વારા દાખલ કરાયેલી પિટિશનની સુનાવણી બાદ ઓર્ડર પાસ કરતા જણાવ્યું તેમ જણાવ્યું હતું.
આ કેસમાં ૩૬ વર્ષના પુરુષે ૧૭ વર્ષની છોકરી સાથે પોતાની ર્ધામક વિધિથી ૨૧ જાન્યુઆરી ૨૦૨૧ના રોજ લગ્ન કર્યા હતા. બંનેના આ પહેલા લગ્ન હતા. તેમણે પોતાની જિંદગીની રક્ષાની માગ સાથે આ લગ્નનો વિરોધ કરી
રહેલા પોતાના તમામ સંબંધીઓ સામે રક્ષણની માગ કરી હતી. પિટિશનરે મુસ્લિમ લૉનો હવાલો આપતા જણાવ્યું હતું કે તેના અનુસાર ઓછામાં ઓછી ૧૫ વર્ષની વયે મુસ્લિમ વ્યક્તિ પોતાની પસંદગીના પાત્ર સાથે લગ્ન કરી શકે છે. તેમણે કોર્ટ સમક્ષ ઍમ પણ કહ્નાં હતું કે પ્રજનનક્ષમ વયમાં પ્રવેશ્યા બાદ મુસ્લિમ વ્યક્તિ પોતાની ઈચ્છા અનુસાર ગમે તે સાથે લગ્ન કરવા સ્વતંત્ર છે, અને તે વ્યક્તિના વાલીને તેમાં દખલ દેવાનો કોઈ હક્ક નથી. અરજકર્તાઓઍ કોર્ટને જણાવ્યું હતું કે તેમની જિંદગીને આ લગ્નનો વિરોધ કરી રહેલા તેમના સંબંધીઓથી ખતરો છે, અને તેમણે મોહાલીના જીજીઁને પણ સુરક્ષા આપવા માટે અરજી કરી હતી. પિટિશનની સુનાવણી બાદ કોર્ટે જણાવ્યું હતું કે આ કેસમાં છોકરીઍ પોતાની મરજીથી લગ્ન કર્યા છે, અને મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડ અનુસાર તે માન્ય છે. તેના પરિવારજનો લગ્નના વિરોધમાં હોવા માત્રથી છોકરીથી તેનો હક્ક છીનવી શકાય નહીં. આ ટિપ્પણી સાથે કોર્ટે પોલીસને આ કપલને સુરક્ષા પ્રદાન કરવા આદેશ આપ્યો હતો.

Leave a Reply

Translate »