કોરોનામાં નવું સ્વરૂપ : માતાના ધાવણનો રંગ લીલો થઈ ગયો

કોરોના વાયરસને કારણે લોકોમાં ઘણા બધા લક્ષણો જાવા મળ્યા છે, પરંતુ ઍક ઍવો દાવો કરવામાં આવ્યો છે, જેનાથી મેડિકલ ઍક્સપર્ટ પણ આડ્ઢર્યમાં મુકાઈ ગયા છે. તાજેતરમાં ઍક મેક્સિકન મહિલાઍ દાવો કર્યો છે કે, કોરોના વાયરસનો ચેપ લાગ્યા બાદ તેમના ધાવણનો રંગ બદલાઈને લીલો થઈ ગયો. તેમણે ઍમ પણ જણાવ્યું છે કે, કોરોના નેગેટિવ થયા બાદ દૂધનો રંગ સામાન્ય થઈ ગયો હતો.
ઍના કાર્ટેજને તેમના પીડિયાટ્રીશિયને જણાવ્યું કે, વાયરસ સામે લડતા શરીરના ઍન્ટિબોડીઝને કારણે આવું થયું હોય તેવું બની શકે છે. તેમણે કહ્નાં છે કે, માતા બીમાર થવા પર દૂધ પર અસર પડે છે, પરંતુ વાયરસની અસરને કારણે વધારે અસર થઈ છે. ઍવું પણ કહેવામાં આવી રહ્નાં છે કે લીલા શાકભાજી અથવા દવાઓની અસરને કારણે દૂધનો રંગ બદલાયો છે. જા કે, ડોકટરોઍ ઍનાને કહ્નાં હતું કે, તેમના ધાવણથી બાળકને કોઈ ખતરો નથી.
ઍનાના કહેવા પ્રમાણે, કોરોના વાયરસના લક્ષણો દેખાવાના ચાર દિવસ પહેલા તેમના ધાવણનો રંગ બદલાઈ ગયો હતો. દૂધનું પ્રમાણ પણ ઘટ્યું હતું. તેઓઍ પંપની મદદથી દૂધને ફ્રીઝરમાં સ્ટોર કર્યું, પછી ફ્રીઝરમાંથી બહાર કાઢતા દૂધનો રંગ બદલાયો હોવાનું જણાયું હતું. તેમણે કહ્નાં કે જ્યાં સુધી તેમના શરીરમાં વાયરસ રહ્ના ત્યાં સુધી દૂધ લીલું રહ્નાં, તે જાઈને તે વધારે પરેશાન થઈ ગયા. જ્યારે તેમણે સોશિયલ મીડિયા પર આ વિશે જણાવ્યું હતું, ત્યારે ઘણી મહિલાઓઍ કહ્નાં હતું કે તેમની સાથે પણ ઍવું જ થઈ રહ્નાં છે.
બીજી તરફ, કોરોના પોઝિટિવ હોવાના સમયે પુત્રીને સ્તનપાન કરાવવાના ઍનાના ડરને પણ ડોકટરો દ્વારા દૂર કરવામાં આવ્યો. તેમણે કહ્નાં કે માતાના ધાવણની મદદથી બાળક વાયરસ સામે લડી શકે છે. ચેપને કારણે ડોકટરો સ્તનપાન બંધ ન કરવાની સલાહ આપે છે. દૂધ અનેક રોગો સામે રોગપ્રતિકારક શક્તિ વધારે છે. માતાના ધાવણથી બાળકની અંદર વાયરસની ઍન્ટિબોડી વધે છે.

Leave a Reply

Translate »