જામનગરનાં ચાંદી બજારમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પ્રદેેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલની મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને જાહેર સભા યોજાઇ હતી. જામનગરમાં મુખ્યમંત્રીની જાહેર સભામાં કહ્નાં હતું કે, ’ગમે તેની મિલકતમાં લુખ્ખાઓ ઘુસી જતા હતા પરિણામે લેન્ડ ગ્રેબિંગનો કાયદો બનાવવામાં આવ્યો છે. ગુંડાઓ કાંતો ગુંડાગીરી છોડે અથવા તો ગુજરાત છોડે તેવી ચીમકી પણ મુખ્યમંત્રી વિજય રૂપાણીઍ શનિવારે ચાંદી બઝારના ચોકમાં આપી હતી.’
જામનગર મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે આગામી ૨૧ મેઍ મતદાન થવાનું છે. ત્યારે ભાજપના તમામ ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવા માટેની લોકોને અપીલ કરવા માટે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલની જાહેરસભા જામનગરમાં યોજાઇ હતી. અલગ અલગ બે સ્થળે યોજાયેલી સભામાં મુખ્યમંત્રીઍ જણાવ્યું હતું કે, ’કોંગ્રેસે ઉઠતી દુકાન જેવો મેનિફેસ્ટો બહાર પાડ્યો છે પરંતુ કોંગ્રેસનાના ઉમેદવારની ડિપોઝિટ ડુલ થવાની છે.’
જામનગરમાં મુખ્યમંત્રીઍ જણાવ્યું હતું કે, ’કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકારમાં વિકાસ માટે સતત કામ કરવામાં આવી રહ્નાં છે. છેવાડાના માનવીનો વિકાસ થાય તે માટે ગુજરાત સરકાર પર સતત પ્રયત્નશીલ છે. સદા કૉંગ્રેસને લોકોઍ સેવાનો અવસર આપ્યો હતો પરંતુ ત્યારે અવસરને તને આફતમાં ફેરવી નાખ્યો હતો જ્યારે ભાજપે લોકોની સતત સેવા કરી છે. ભાજપે ઍવો નિર્ણય લીધો હતો સતત ત્રણ ટર્મથી ચૂંટાતા હોય તેઓને ટિકિટ ન આપવી. આ તકે તેમણે ઍવો કટાક્ષ પણ કર્યો હતો કે, શું કોંગ્રેસ ઍવો નિર્ણય કરી શકે કે ત્રણ ટર્મથી સતત હારતા હોય તેને ટિકિટ ન આપવી? મુખ્યમંત્રી રૂપાણીઍ નલ સે જલ યોજના, શૌચાલય મુક્ત શહેર અને ગામ, નર્મદા યોજના, આયુષ્માન ભારત, અમૃતમ યોજના, વગેરે યોજનાનો ચિતાર આપ્યો હતો અને જામનગર,ના તમામ ભાજપના ઉમેદવારોને જંગી બહુમતીથી જિતાડવા લોકોને અપીલ કરી હતી.
આ સભામાં જનમેદની સંબોધતાંને પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલે કહ્નાં હતું કે, જનસંઘના સમયથી ચાંદી બજારના ચોકમાં સભાઓ થાય છે. આજની આ સભામાં લોકોની ઉપસ્થિતિ જાઇને ઍવું લાગે છે કે, જા થોડા દિવસ પહેલા આ સભા કરવામાં આવી હોત તો કૉંગ્રેસના ઉમેદવારો પોતાની ઉમેદવારી નોંધાવવાની જ માંડી વાળત. સૌથી વધુ કૉંગ્રેસની ડિપોઝિટ જામનગરમાંથી ડુલ થવાનો રેકોર્ડ બનાવવો છે. વડાપ્રધાને વિકાસની નવી વ્યાખ્યા આપી છે. ગુજરાતમાં તેના પગલે વિકાસની કેડી કંડારી છે. અન્ય રાજ્યો પણ પોતાના રાજ્યમાં ગુજરાત જેવો વિકાસ કરવો છે તેમ કહે છે. તેમ કહી ગુજરાતના વિકાસ મોડલના બે મોઢે વખાણ કરી રહ્ના છે આગામી ચૂંટણીમાં છઠ્ઠી વખત ભાજપ દ્વારા શાશન ધૂરા સંભાળશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.
આ સભામાં રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી આર.સી. ફળદુ, સાંસદ પૂનમબેન માડમ, શહેર ભાજપ પ્રમુખ વિમલ કગથરા, ભાજપ ના આગેવાનો ઉપસ્થિત રહ્ના હતા.