સુરત ફોરેસ્ટ વિભાગે દરિયાના પટમાં આ રોપા વાવી સુરતીઓને આપ્યું રક્ષણ!

  • સ્ટોરી: રાજા શેખ, સુરત (98980 34910)

સુરત ફોરેસ્ટ વિભાગ (જંગલખાતુ) છેલ્લાં કેટલાક વર્ષોથી એક નવા અભિયાનમાં જ લાગ્યું છે. શહેર- જિલ્લામાં વૃક્ષો વાવીને આમ તો આપણે હરિયાળી લાવવાની કોશિશ કરતા હોઈએ છીએ અને તે માટે પર્યાવરણ દિવસે અનેકવિધ કાર્યક્રમો પણ કરતા હોઈએ છે. જોકે, સુરત ફોરેસ્ટ વિભાગે દરિયામાં હરિયાળી ક્રાંતિ લાવીને સુરતીઓ તેમજ જળચરપ્રાણીઓને રક્ષણ આપવાનું બીડુ ઝડપ્યું છે. આપને સવાલ થશે કે કેવી રીતે? તો જાણી લો કે દરિયાના પટમાં મેન્ગૃવ (ચેર)ના રોપાની રોપણી કરીને. મેન્ગૃવ ટ્રી અંગે આમ તો આપણે સૌ કોઈ અજાણ છીએ પરંતુ આ રોપા નદી અને દરિયાના સંગમ સ્થળે ઉગાવીને તટિય વિસ્તારોના ધોવાણની સાથોસાથ સુનામી જેવા મોટા ખતરા સામે પણ રક્ષણ આપવા ઉપયોગી નીવડે છે તે જાણીને તમે સૌ ચોંકી જશો અને તેની જાગૃત્તિ માટે કામ કરતા થઈ જશો. જોકે, તેને રોપવાનું કામ માત્ર કાબેલ મજૂરો જ કરી શકે છે. સૌના બસની આ વાત નથી.

સુરત ફોરેસ્ટ વિભાગે 10 વર્ષમાં 1650 હેક્ટરમાં કર્યું વાવેતર

સુરત ફોરેસ્ટ વિભાગે વિતેલા 10 વર્ષમાં ડુમસ દરિયા કિનારા પાસેની તાપી ક્રિકમાં(કડિયાબેટ) અને ઓલપાડ નજીકના દરિયાઈ વિસ્તાર છીણી બેટમાં મેન્ગૃવ(ચેર)ના રોપા વાવીને એક જબરજસ્ત રક્ષણ દિવાલ ઊભી કરવામાં સફળતા મેળવી છે. 10 વર્ષમાં 1650 હેક્ટરમાં મેન્ગૃવનું વાવેતર કરાયું છે અને તેમા પણ સૌથી વધુ વિતેલા પાંચ વર્ષમાં એટલે કે તત્કાલિન ડેપ્યુટી ફોરેસ્ટ ઓફિસર પુનિત નૈયરના કાર્યકાળ હેઠળ 800 હેક્ટરમાં આ કામ કરવામાં આવ્યું છે. હવે હાલના ડે.ફોરેસ્ટ ઓફિસર આનંદકુમાર પણ તે દિશામાં ઝડપથી આગળ વધી રહ્યાં છે અને આગામી પાંચ વર્ષમાં બીજા 510 હેક્ટરમાં મેન્ગૃવનું વાવેતર કરવાની યોજના બનાવી છે અને તે માટે સુરત આસપાસની વિવિધ કંપનીઓ સાથે કરાર કરીને તેમના કોર્પોરેટ સોશ્યલ રિસ્પોન્સિબિલિટી (સીએસઆર) ફંડમાંથી આ ફંડ એકત્ર કરીને લોકભાગીદારીથી કામ આગળ વધારવામાં આવી રહ્યું છે. તે માટે રિન્યુએબલ સેક્ટરમાં કામ કરતી કેપી ગ્રુપના સીએસઆર આર્મ કેપી હ્યુમન ડેવલપમેન્ટ ફાઉન્ડેશને સૌ પ્રથમ 10 હેક્ટરમાં મેન્ગૃવની રોપણી કરવા માટે ફંડ ફાળવ્યું છે. ઉપરાંત વેદાંતાની ક્રેઈન ઈન્ડિયા ગ્રુપ, એનજીટીની સૂચના હેઠળ એસ્સાર એટલે કે મિત્તલ ગ્રુપ, પ્રમુખ એન્ટરપ્રાઈઝ અને આરએન્ડબી પણ તે માટે ફંડ આપશે.

હવે આંકડાની વાત કરીએ તો સુરત ફોરેસ્ટ વિભાગની રેંજ દ્વારા ડુમસ દરિયામાં તાપીનું મિલન થાય છે તે કડિયાબેટ અને ઓલપાડના છીણી બેટ વિસ્તારમાં વર્ષ 2013-14માં 200 હેક્ટર, 2014-15માં 250 હેક્ટર, 2016-17માં 370 હેક્ટર, 2018-19માં 340 હેક્ટર, 2019-20માં 190 હેક્ટર, 2020-21માં 250 હેક્ટર, 2021-22માં 50 હેક્ટર મળી 1650 હેક્ટરમાં મેન્ગૃવ (ચેર) રોપાનું વાવેતર કરી વિશાળ જંગલ પ્રકારની દિવાલ હજીરા અને ડુમસ વચ્ચેની તાપી ક્રિકમાં ઊભી કરીને અનોખુ પ્રોટેક્શન ઉભું કરી આપ્યું છે.

જુઓ ઉપરનો વીડીયો

મેન્ગ્રુવના વિશાળ પ્લાન્ટેશન માટે પર્યાવરણ દિન નિમિત્તે વડાપ્રધાન લોન્ચ કરશે ‘મિસ્ટી’ પ્રોજેક્ટ

વિશ્વ પર્યાવરણ દિન એટલે 5 જૂનના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ‘મિસ્ટી’ પ્રોજેક્ટ લોન્ચ કરવા જઈ રહ્યાં છે. તેની પાછળનો હેતુ મેન્ગૃવ રોપા અંગે જાગૃત્તિ લાવીને તેને આખા દેશના મેન્ગૃવ પોટેન્સિયલ વિસ્તારમાં રોપણી કરાવીને સમૃદ્ધ તટીય વિસ્તારોને રક્ષણ પુરું પાડવાનું છે. આ અંગે માહિતી આપતા ડેપ્યુટી ફોરેસ્ટ ઓફિસર આનંદકુમારે અમને કહ્યું કે, આખા કોષ્ટલ એરિયા માટે આ પ્રોજેક્ટ આવી રહ્યો છે અને તે માટે ફંડ પણ કેન્દ્ર સરકાર આપશે. મેન્ગૃવના વાવેતરની સાથોસાથ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ અને લાઈવલી હુડ માટે ફોરેસ્ટ વિભાગ કામ કરશે. કડિયાબેટ, છીણી, કરંજની તાપી ક્રિકમાં 210 હેક્ટરમાં આ પ્રોજેક્ટને સાકાર કરાશે. જેમાં પર્યાવરણ દીને વડાપ્રધાન ઓનલાઈન જોડાઈને દાંડી ખાતેના કાર્યક્રમમાં આ પ્રોજેક્ટને આગળ ધપાવશે. કાર્યક્રમમાં રેલવે રાજ્યમંત્રી દર્શનાબેન જરદોષ સહિતના મહાનુભાવો પણ અહીંથી જોડાશે અને લોકોને જાગૃત્ત કરાશે. પાંચ વર્ષમાં ડુમસ સી ફેસમાં 510 હેક્ટરમાં મેન્ગૃવ વાવેતર કરવાનું આયોજન થઈ ચુક્યું છે. જેમાં આ વખતે તમિલનાડુની જેમ નવી પદ્ધતિ ફિશ બાઉન્ડનો ઉપયોગ કરી રોપણ કરાશે. જેનાથી એક ફીશ બિડ્રિંગનું સ્પોટ બને અને માછલીની વસાહત ઉભી થાય. નાની નાની અનેક નીક બનાવીને તેમાં વાવેતર કરાશે જેથી, ભરતીનું પાણી 20 દિવસ આ નીકમાંથી વાવેતર સુધી પહોંચે અને સુંદર મેન્ગૃવ વન નિર્માણ થાય, એમ અંતે આનંદકુમારે જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, હાલમાં જ વન અને પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલે પણ મેન્ગ્રુવનો આખો બેલ્ટ ઊભો કરવા અને તેના માટે જાગૃત્તિ માટે અભિયાન શરુ કરાવ્યું હતું અને કેટલીક કંપનીઓને તે કામ પણ સોંપ્યું છે.

નીચેની સેટેલાઈટ ઈમેજ જુઓ. જેમાં મેન્ગૃવ થકી દરિયામાં ઊભું કરાયેલું જંગલ દેખાય છે.

મુશ્કેલ છે મેન્ગૃવનું વાવતેર, ખાસ ધોલેરાથી મજૂરો બોલાવવા પડે છે

મેન્ગૃવ રોપાનું વાવેતર નદી અને દરિયાના સંગમ સ્થળને પસંદ કરીને જ કરવાનું હોય છે. અડધુ શરીર કિચડમાં ખુંપી જાય તેવી જગ્યાએ આ વાવેતર માત્ર જૂન અને ડિસેમ્બર મહિનામાં જ થઈ શકે છે. આ બે મહિના વાવેતર માટે આદર્શ છે. દરમિયાન ભરતીના પાણી ન આવે તેનું પણ ધ્યાન રાખવું પડે છે. દરેક બોટવાળા આ વિસ્તારમાં લઈ જતા નથી તે માટે ટ્રેઈન અને આવડતવાળો ખલાસી જોઈએ. દરિયાઈ ભરતીના ટાઈમિંગને જોતા મજૂરો માત્ર ચાર કલાક જ વાવેતર કરી શકે છે. બીજું કે મેન્ગૃવનું વાવેતર કરી શકે તેવા મજૂરો માટે ધોલેરામાંથી મળી રહે છે અને તેઓ મજૂરી રૂપે મોટી રકમ વસુલે છે. પાંચ ફેસમાં તેની તકેદારી રાખવી પડે છે અને તે માટે પાંચ વર્ષીય યોજના ફોરેસ્ટ વિભાગ બનાવે છે અને નર્સરી કરીને બેડ બનાવવા માટેનું કાર્ય થાય છે. એક બેડમાં 400 રોપા નંખાય છે. એલાઈમેન્ટની કામગીરી કરી વાવેતર કરાય છે. તેની સાફસફાઈ સહિતનું પણ ધ્યાન આપવામાં આવે છે. નોંધનીય છે કે, મેન્ગૃવ રોપવાનો ફાયદો એ છે કે, એક રોપામાંથી તે ત્રણ ગણો વિકસે છે અને જંગલ ઊભું કરે છે.

મેન્ગૃવ (ચેર)ની રોપણી કરવાના ફાયદા જાણો

મેન્ગ્રોવ (ચેર)ના જંગલો સમુદ્રી કિનારાના નવ રાજ્યો તેમજ ત્રણ કેન્દ્ર શાસિત પ્રદેશોના દરિયા કિનારાના વિસ્તારોમાં ફેલાયેલા છે. આ તમામ રાજ્યો પૈકી ગુજરાત સૌથી લાંબો સમુદ્રી કિનારો ધરાવતું રાજ્ય છે. વધુમાં દેશના ત્રણ મોટા અખાતો પૈકી બે અખાતો ગુજરાતમાં આવેલા છે. -તેથી જ રાજ્યનો દરિયા કિનારો મેન્ગૃવ, પરવાળાના ખડકો, સમુદ્રી ઘાસ વિગેરે માટે અનુકુળ વાતાવરણ પૂરું પાડે છે. દરિયા કિનારાના વિસ્તારોમાં વસતા માનવ સમુદાયો માટે બિન ઇમારતી વન પેદાશો જેવી કે બળતણ માટે લાકડા, મધ, ગુંદર, ઘાસચારા માટેના એક મહત્વપૂર્ણ સ્ત્રોત છે.
-મેન્ગૃવ દરિયાઈ ભરતી ઓટ તેમજ ભારે સમુદ્રી તોફાનો તથા જોશીલા જળપ્રવાહોથી દરિયા કિનારાનું ધોવાણ થતા અટકાવે છે.
-સમુદ્રી કિનારાના વિસ્તારો અને આંતર ભરતી દરિયાઈ વિસ્તારોમાં મેન્ગૃવ સૌથી મહત્વના કાર્બન સિન્ક્સ (કાર્બન શોષક) પૈકીના એક છે.
-સમુદ્રી કિનારાના આર્થિક તથા સામાજીક સુરક્ષા માટે મેન્ગ્રોવસ નો વિકાસ અને મેન્ગ્રોવસ (ચેર) થી આચ્છાદિત હરિયાળું આવરણ ખુબ જ મહત્વનું છે.

સમુદ્રી કિનારાના વિસ્તારો અને આંતર ભરતી દરિયાઈ વિસ્તારોમાં મેન્ગૃવ સૌથી મહત્વના કાર્બન સિન્ક્સ (કાર્બન શોષક) પૈકીના એક છે.
-સમુદ્રી કિનારાના આર્થિક તથા સામાજીક સુરક્ષા માટે મેન્ગ્રોવસ નો વિકાસ અને મેન્ગૃવ (ચેર) થી આચ્છાદિત હરિયાળું આવરણ ખુબ જ મહત્વનું છે.

  • ઈકો ફ્રેન્ડલી સિસ્ટમ ઊભી થાય છે અને પોલ્યુશનનું પ્રમાણ પણ ઘટે છે.
  • ફિશરિંગમાં ફાયદો થાય છે.
    -મેન્ગૃવ પ્લાન્ટેશન કરવા અંદાજીત ૨૫૦ થી ૩૦૦ જેટલા લોકોને રોજગારી આપી શકાય છે.
    -અત્રેની રેંજના કાર્યવિસ્તાર હેઠળ હજીરા, જુનાગામ, સુવાલી, તેના, દામકા, છીણી, દાંડી, ટુંડા, ડભારી, મોર ભગવા, રાજગરી વિગેરે દરિયા કિનારાના વિસ્તારોમાં વસતા માનવ સમુદાયો માટે બિન ઇમારતી વન પેદાશો જેવી કે બળતણ માટે લાકડા, મધ, ગુંદર, ઘાસચારાની વ્યવસ્થા થાય છે.

દેશમાં ક્યાં કેટલું પોટેન્શિયલ?

Leave a Reply

Translate »