રાજ્યની
મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ તથા જિલ્લા-તાલુકા પંચાયતોની સામાન્ય/પેટાચૂંટણી આગામી તા.૨૧ અને ૨૮ ફેબ્રુ.ના રોજ યોજાશે. તા.૨૧મી ફેબ્રુ.એ સવારના ૭-૦૦ થી સાંજના ૦૬-૦૦ કલાક દરમિયાન સુરત મહાનગરપાલિકાની ચૂંટણીનું મતદાન યોજાશે. જેમાં ૧૮,૧૭,૨૩૮ પુરૂષ અને ૧૪,૭૦,૯૯૯ સ્ત્રી મતદારો મળી કુલ ૩૨,૮૮,૩૫૨ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. વોર્ડનં. ૦૨માં કુલ ૧૬૫ મતદાન મથકોમાં સૌથી વધુ ૧,૭૩,૫૧૫ મતદારો નોંધાયા છે, જેમાં મતદાન મથક દીઠ સરેરાશ ૧૦૫૨ મતદારો થાય છે. જ્યારે સૌથી ઓછા મતદારો ધરાવતા વોર્ડ નં.૧૫ માં ૮૪,૬૪૬ મતદારો છે. આ વોર્ડમાં મતદાન મથક દીઠ સરેરાશ ૧૦૦૮ મતદારો થાય છે.
Post Views: 28