• Sat. Mar 23rd, 2024

NEWS NETWORKS

Division of City Samay RNI No: GUJGUJ/2016/76484

વેન્ચુરા એરકનેકટ લિ.ની ગુજરાતના ચાર શહેરની હવાઈસેવાનો નવા વર્ષથી આરંભ

1 જાન્યુઆરીથી અમરેલી, ભાવનગર, રાજકોટ, સુરત 4 સેકટર ઉપરથી 9 સીટર પ્લેન ની દૈનિક ફ્લાઇટ સેવા

વેન્ચુરા એરકનેકટ દ્વારા 9 સીટર વિમાનો વડે સુરતથી અમદાવાદ , સુરતથી ભાવનગર , સુરતથી રાજકોટ અને સુરતથી અમરેલી આ 4 સેક્ટર પર રોજની ફ્લાઇટ 1 જાન્યુઆરી 2020થી શરૂ કરવામાં આવશે. તે માટે સરકાર સાથે કરારો પણ થયા હતા. કોવિડ દરમિયાન હવાઈસેવા ખોરંભાઈ હતી.

વેન્ચુરા એરકનેકટ તરફથી અધિકૃત મળતી માહિતી અનુસાર આ હવાઇ સેવા દુનિયામાં સૌથી સુરક્ષિત કેટેગરીમાં સામેલ એવા સેસના ગ્રાન્ડ કેરેવાન દ્વારા પૂરી પાડવામાં આવશે . આ વિમાન 9 પેસેન્જર અને 2 પાઈલોટ સાથે ઉડયન ભરશે અને સેકટર પ્રમાણે સુરત – ભાવનગર -30 મીનીટ , સુરત – અમરેલી = 45 મીનીટ , સુરત – અમદાવાદ -60 મીનીટ અને સુરત રાજકોટ -60 મીનીટ માં પૂર્ણ થશે. આ સેવાથી લોકોનુ સફર આસાન થશે. વેન્ચુરા એરકનેક્ટ દ્વારા તમામ કક્ષાના લોકો આ સેવાનો લાભ લઇ શકે તે માટે પ્રારંભિક ધોરણે તમામ સેક્ટર માટે એક સરખું ભાડું રૂ. . 1999 રાખવામાં આવ્યું છે.

અમારા Whatsapp ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ : News Networks Social Media Group

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »