10 જ દિવસમાં દંપતિ સહિત બંને દીકરાઓના મોત

  • છત્તીસગઢના ભિલાઈના સેક્ટર-4માં રહે છે પરિવાર, બે બાળકો અને માતા પણ પોઝિટિવ
  • પરિવારજનોએ સરકાર પાસે આર્થિક મદદ માંગી

છત્તીસગઢના દુર્ગ જિલ્લામાં કોરોના સંક્રમણ ઝડપથી વધી રહ્યો છે. તેની સાથે જ તેના ઘાતક પરિણામ પણ સામે આવી રહ્યા છે. ભિલાઈમાં 10 દિવસની અંદર એક હસતો-રમતો પરિવાર બરબાદ થઈ ગયો. પરિવામાં દંપતિ અને તેમના બે દિકરાનું મોત થઈ ગયું છે. જ્યારે પરિવારમાં હજી પુત્રવધુ અને તેમના બે બાળકો કોરોના સંક્રમિત છે.

ભિલાઈ સેક્ટર-4માં રહેતા 78 વર્ષના હરેન્દ્ર સિંહ રાવત પહેલાં કોરોનાથી સંક્રમિત થયા હતા. કોરોનાના કારણે તેમનું 16 માર્ચના રોજ મોત થયું હતું. ત્યારપછી તેમના દીકરા 51 વર્ષના દિકરા મનોજ સિંહ રાવત કોરોનાની ઝપટમાં આવ્યા હતા. તેમને રાયપુરની એમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ સારવાર દરમિયાન 21 માર્ચના રોજ તેમનું મોત થયું હતું. ત્યારપછી હરેન્દ્ર સિંહના 70 વર્ષના પત્ની કૌશલ્યા રાવતનું સંક્રમણના કારણે 25 માર્ચના રોજ અને ત્યારપછી 44 વર્ષના દીકરા મનીષનું તે જ દિવસે સાંજે મોત થયું હતું.

પરિવારજનોએ સરકાર પાસે આર્થિક મદદ માંગી
રાવત પરિવારના સંબંધી પ્રહલાદ સિંહ બિષ્ટે આ સમગ્ર વાતનો ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું છે કે, મનોજ સિંહ રાવતે 4 માર્ચના રોજ વેક્સિનનો પહેલો ડોઝ લીધો હતો. રાવત પરિવારના સભ્યોના અચાનક મોતના કારણે તેમને ખૂબ આઘાત લાગ્યો છે. તેમણે રાજ્ય સરકારને આર્થિક સહાય મદદ કરવા કહ્યું છે. હાલ તેમની વહુ અને પૌત્ર પણ કોરોના સંક્રમિત છે.

દુર્ગ જિલ્લામાં કોરોનાના કારણે સ્થિતિ બેકાબુ
છત્તીસગઢમાં સૌથી વધારે ખરાબ સ્થિતિ દુર્ગની છે. છેલ્લા એક સપ્તાહમાં 3921 લોકો સંક્રમિત થયા છે અને 35 લોકોના જીવ ગયા છે. ટ્વિનસિટીએ નવા વધતા કેસોમાં ઘણાં રેકોર્ડ તોડી દીધા છે. મોટા શહેરોની સરખામણીએ પણ દુર્ગમાં કેસો વધી ગયા છે. આ આંકડો ચોંકાવનારો છે.

Source : Bhaskar

Leave a Reply

Translate »