- અમેરિકાના સંશોધકોએ તેમના રિસર્ચમાં દાવો કર્યો
- કહ્યું, આવા બાળકોને ભવિષ્યમાં હાર્ટ ડિસીઝ થઈ શકે છે
પ્રેગ્નન્સી દરમિયાન એક દિવસમાં અડધો કપ કોફી પણ પીવો છો તો બાળક કદમાં નાના જન્મી શકે છે. આ દાવો અમેરિકાના વૈજ્ઞાનિકોએ તેમના તાજેતરના રિસર્ચમાં કર્યો છે. રિસર્ચના અનુસાર, જન્મના સમયે બાળક કદમાં નાના હોય છે તો ભવિષ્યમાં મેદસ્વિતા, હાર્ટ ડિસીઝ અને ડાયાબિટીસનું જોખમ રહે છે.
આ રીતે રિસર્ચ થયું
સંશોધકોએ 2,000થી વધારે વિવિધ દેશોની મહિલાઓને રિસર્ચમાં સામેલ કરી. 12 વિવિધ જગ્યાઓ પર આ રિસર્ચ કરવામાં આવ્યું. રિસર્ચમાં સામેલ થવા માટે 8થી 13 સપ્તાહની પ્રેગ્નન્ટ મહિલાઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. આ તમામ મહિલાઓ નોન-સ્મોકર્સ હતી અને પ્રેગ્નન્સી પહેલા કોઈપણ બીમારીથી પીડાતી નહોતી.
આવું કેમ છે, તેનું કારણ પણ જાણી લો
સંશોધકોના જણાવ્યા પ્રમાણે, કેફીનની અસરના કારણે ગર્ભાશય અને ગર્ભનાળ સંકોચાઈ જાય છે. તેનાથી ગર્ભમાં ઊછરી રહેલા બાળક સુધી લોહીનો સપ્લાય ઘટી શકે છે. પરિણામે તેની અસર તેના ગ્રોથ પર પડી શકે છે.
એટલું જ નહીં. તેનાથી તેમાં હોર્મોનલ ખરાબીનું જોખમ પણ રહે છે અને તે બાળકને ભવિષ્યમાં મેદસ્વિતાનો સામનો પણ કરવો પડી શકે છે.
કેફીન અને એનર્જી ડ્રિંક્સથી દૂર રહેવું
સંશોધકોએ સલાહ આપી છે કે, ગર્ભવતી મહિલાઓએ પ્રેગ્નન્સી દરમિયાન કેફીનવાળી વસ્તુ જેવી કે ચા-કોફી અને એનર્જી ડ્રિંક્સ લેવાનું ટાળવું. તેમજ હેલ્થ એજન્સી NHSના જણાવ્યા પ્રમાણે, ગર્ભવતી મહિલાઓએ 200mlથી વધારે કેફીન ન લેવું જોઈએ.
કેફીનનું સેવન ઓછું કરવું
નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાઈલ્ડ હેલ્થ એન્ડ ડેવલપમેન્ટના સંશોધનકર્તા કેથરીન ગ્રેંટ્ઝના જણાવ્યા પ્રમાણે, પ્રેગ્નન્સી દરમિયાન કેફીનવાળા પ્રવાહી પદાર્થનું સેવન ઓછું કરવું જોઈએ. ગર્ભવતી છો તો ડૉક્ટકરને જરૂરથી પૂછો કે કેફીન કેટલું લેવું જોઈએ.
Source : Bhaskar