તાઈવાનમાં ટનલમાં ટ્રેન અકસ્માત
અકસ્માત બાદ લાશોને આ રીતે બહાર લાવવી પડી હતી.
તાઈવાનમાં અત્યાર સુધીનો સૌથી ભયાનક ટ્રેન અકસ્માત થયો છે. પેસેન્જર ટ્રેન ટનલની અંદર પ્રવેશી કે તરત પાટા પરથી ઉતરી જતા 40થી વધુ મુસાફરોનાં મોત થયા હતા. આ પેસેન્જર ટ્રેન મુસાફરોથી ભરેલી હતી. ટનલની અંદરથી લોકોને બહાર કાઢવામાં ભારે જહેમત ઉઠાવવી પડી. મુસાફરોને ટ્રેનની છત પર લઈ જઈને માંડ માંડ ટનલમાંથી બહાર લાવી શકાયા હતા. બચાવકાર્ય અત્યંત કઠિન બન્યું હતું. ટ્રેનના વિવિધ ભાગ કાપીને બચાવકાર્ય હાથ ધરવામાં આવ્યું હતું.
આ જ્વાળામુખી વર્ષો સુધી સક્રિય રહેશે
આઈસલેન્ડમાં હાલ સતત લાવા ઓકી રહેલો જ્વાળામુખી હજુ વર્ષો સુધી સક્રિય રહેશે એવી વાત નિષ્ણાતોએ કરી છે. રાતના સમયે જ્યારે આ જ્વાળામુખીમાંથી ધગધગતો લાવા ઓકાતો હોય છે ત્યારે એક અનોખું જ કુદરતી દૃશ્ય જોવા મળે છે. નજીકના ભવિષ્યમાં આ એક જાણીતું પ્રવાસન સ્થળ પણ બની જાય તો નવાઈ નહીં.