ન્યૂયોર્ક ટાઇમ્સમાંથી:મારિયો બ્રધર્સની ‘સુપર મારિયો’ વીડિયો ગેમની જૂની કોપી હરાજીમાં રૂ.4.84 કરોડમાં વેચાઈ

  • 1986માં ક્રિસમસ ગિફ્ટ તરીકે ખરીદાયેલી ગેમ 35 વર્ષથી ઓફિસ ટેબલના ડ્રોઅરમાં પડી હતી

નિનટેન્ડોના સુપર મારિયો બ્રધર્સની વીડિયો ગેમની જુની કોપીએ અમેરિકામાં એક વ્યક્તિનું નસીબ બદલી નાખ્યું છે. 1986માં ક્રિસમસ ગિફ્ટ તરીકે ખરીદેલી ગેમને એક ટેબલના ડ્રોઅરમાં મુકીને ભુલી ગયા હતા. ડલાસમાં હરાજી હાઉસ હેરિટેજ ઓક્શન્સના અનુસાર શુક્રવારે આ ગેમ હરાજીમાં રૂ.4 કરોડ 84 લાખમાં વેચાઈ છે. આ કીંમત કોઈ વીડિયો ગેમ માટે એક રેકોર્ડ છે. અગાઉ આ રેકોર્ડ જુલાઈમાં રૂ.83 લાખમાં વેચાયેલી આ જ ગેમની બીજી એક કોપીના નામે હતો.

હેરિટેજ ઓક્શન્સ અનુસાર ગેમની કોપી વેચનારાએ જણાવ્યું કે, મેં ક્રિસમસ ઉપહાર તરીકે ખરીદેલી ગેમને મારી ઓફિસના ટેબલના નીચેના ડ્રોઅરમાં મુકી દીધી હતી. એ 35 વર્ષ સુધી ત્યાં પડી રહી. હેરિટેજમાં વીડિય ગેમનું વેચાણ જનારા વેલેરી મેકલેકીએ કહ્યું કે, આ ગમ 1986ના અંતમાં થોડા સમય માટે બનાવાઈ હતી. આ કોપીનું પ્રોડક્શન બહુ ઓછા સમય માટે થયું હતું. તેની પ્રારંભિક કીંમત રૂ.2 કરોડ 25 લાખ રખાઈ હતી.

વેચનારા અને ખરીદનારાનું નામ ગુપ્ત રખાયું છે. ઓક્શન હાઉસની વેબસાઈટ મુજબ લોકોએ વીડિયો ગેમની નવી કીંમત લગાવવાની ઓફર આપી છે. જેની પ્રારંભિક કીંમત રૂ.7 કરોડ 25 લાખ છે. ગયા વર્ષે ફેક્ટરીમાં સીલ કરાયેલી વીડિયો ગેમમાં લોકોનો રસ વધ્યો છે. પોપ્યુલર વીડિયો ગેમ સુપર મારિયો બ્રધર્સનું નિર્માણ પ્રથમ વખત 1986માં થયું હતું. ત્યાર પછી આ ગેમના અનેક વર્ઝન બન્યા છે. જેમાં બે ભાઈ મારિયો અને લુગી અપહરણ કરાયેલી રાજકુમારીઓ આતતાયીને રાજાઓની કેદમાંથી છોડાવે છે. લોકોને ગુલામીમાંથી આઝાદ કરાવે છે. સૌથી નવી ગેમ સુપર મારિયો 3ડી વર્લ્ડ ફેબ્રુઆરીમાં રિલીઝ થઈ છે.

નિનટેન્ડો પાર્ક ખુલી રહ્યા છે
નિનટેન્ડો કંપનીઓ સુપર મારિયોને વીડિયો ગેમથી બહારની દુનિયામાં રજુ કર્યા છે. માર્ચમાં ઓસાકા ખાતે યુનિવર્સલ સ્ટૂડિયોમાં જાપાનમાં સુપર નિનટેન્ડો વર્લ્ડ ખોલાયો છે. આવા પાર્ક સિંગાપુર અને અમેરિકામાં પણ ખોલવાની યોજના છે.

Leave a Reply

Translate »