નક્સલીઓએ ગોળી અને બોમ્બ વરસાવ્યાં, સાથી જવાનો પણ શહીદ થયા; પરંતુ સંદીપ લડતો રહ્યો.

  • સંદીપ દ્વિવેદી CRPFની વિશેષ લડાઇ ટુકડી કોબ્રાના કમાન્ડ અધિકારી છે
  • છત્તીસગઢના બીજાપુર અન્કાઉન્ટરમાં 400 સૈનિકની ટીમ સાથે નક્સલવાદીઓનો સામનો કર્યો હતો
  • સંદીપ સાથીઓને બચાવતી વખતે IED બ્લાસ્ટમાં ઘાયલ થયો હતો

CRPFની કોબરા ટીમના સેકન્ડ ઈન કમાન્ડ ઓફિસર સંદીપે મીડિયા સાથે સમગ્ર ઘટનાની વાતચીત કરી હતી. તેણે કહ્યું હતું કે અમે શુક્રવારની આખી રાત ચાલીને શનિવારે સવારે લગભગ 8 વાગે છત્તીસગઢના બીજાપુર અને સુકમા જિલ્લાની બોર્ડર વિસ્તારના જોનાગુડામાં પહોંચ્યા હતા. ત્યાં અમને નક્સલીઓની ચળવળ જણાઈ, તરત જ તેમણે અમારા પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું. અમે પણ નક્સલીઓને વળતો જવાબ આપ્યો હતો. અમારી ટીમના દરેક જવાને બહાદુરીથી સામનો કર્યો હતો. નક્સલીઓએ અમને એમ્બુશમાં ફસાવવાની કોશિશ કરી હતી, પરંતુ અમે તેમના ઘેરાને તોડીને આગળ વધ્યા હતા.

સંદીપ આ હુમલામાં ઈજાગ્રસ્ત થયો હતો. તેના જમણા હાથમાં ડ્રેસિંગ કરાયું છે. પગમાં પણ ગંભીર ઈજાઓ પહોંચી હોવા છતાં પણ ભારતના આ સપૂતના ચહેરા પર સ્મિત વર્તાઈ રહ્યું છે, જાણે કે સ્વસ્થ થઈને ફરીથી તે હિંમતભેર ઘટાદાર જંગલો વચ્ચે નક્સલીઓનો સામનો કરવા માટે પહોંચી જાય. મીડિયા સાથેની વાતચીતમાં તેણે વચ્ચે-વચ્ચે હળવા મૂડમાં હાસ્ય કર્યું હતું, એ જ ક્ષણને કોઈકે તસવીરમાં કેદ કરી લીધી હતી અને અત્યારે સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહી છે.

વરિષ્ઠ IPS આર.કે.વિજ સંદીપ દ્વિવેદીને મળ્યા હતા.

વરિષ્ઠ IPS આર.કે.વિજ સંદીપ દ્વિવેદીને મળ્યા હતા.

સાથિયોને બચાવતા સમયે વિસ્ફોટમાં ફસાઈ ગયો
બીજાપુરમાં ગત શનિવારે થયેલા ઘર્ષણમાં સંદીપ પર નક્સલીઓએ ગોળીઓ વરસાવી હતી. પહાડની ઊંચાઈ પરથી બોમ્બ ફેંક્યા હતા. સંદીપ એ સમયે પોતાના સાથીઓને બચાવવાની સાથે નક્સલીઓને વળતો જવાબ પણ આપી રહ્યો હતો. એટલામાં જ એક મોટો વિસ્ફોટ થયો, જેમાં સંદીપ ઈજાગ્રસ્ત થયો હતો. રવિવારે તેને એરફોર્સના હેલિકોપ્ટરથી રાયપુર લઈ જવાયો હતો. અત્યારે એક પ્રાઈવેટ હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કમાન્ડર સંદીપને મળીને પ્રોત્સાહન આપ્યું હતું. STF જવાનના શરીરમાં બોમ્બના ટુકડાઓ ઘૂસી ગયા હતા, તે ઈજાગ્રસ્ત થયો હોવા છતાં પણ નક્સલવાદીઓને જવાબ આપતો રહ્યો.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કમાન્ડર સંદીપને મળીને પ્રોત્સાહન આપ્યું હતું. STF જવાનના શરીરમાં બોમ્બના ટુકડાઓ ઘૂસી ગયા હતા, તે ઈજાગ્રસ્ત થયો હોવા છતાં પણ નક્સલવાદીઓને જવાબ આપતો રહ્યો.

ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- જલદી સ્વસ્થ થઈ જશો
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોમવારે રાયપુરની રામકૃષ્ણ કેર હોસ્પિટલની મુલાકાત લીધી હતી. તેમણે સંદીપ દ્વિવેદી સાથે પણ વાતચીત કરી હતી. સંદીપ બેડ પર હતો, શાહના આવતાંની સાથે તે થોડો બેઠો થયો અને હાસ્ય કરીને કહ્યું- હેલ્લો સર…, શાહે કહ્યું- હિંમત રાખજો, તમારો હાથ સ્વસ્થ થઈ જશે.. પાક્કું સાજો થઈ જશે. મૂળ કયા વિસ્તારના વતની છો? સંદીપે કહ્યું – સર, યુપી, ત્યારે અમિત શાહે જવાબ આપ્યો- ડૉકટરને પણ ભરોસો છે અને મને તો સંપૂર્ણ વિશ્વાસ છે, અત્યારે યોગ્ય આરામ કરજો. સંદીપના ચહેરા પર સ્મિત પ્રસર્યું અને તેણે પણ થેન્ક્યુ સર, એમ જવાબ આપ્યો હતો.

અમારી તમામ મૂવમેન્ટની જાણકારી નક્સલીઓને મળતી હતી
મીડિયા સાથેની વાતચીતમાં તેણે હુમલાની ઘણી મહત્ત્વની વાતો જણાવી હતી. તેણે જણાવ્યું હતું કે જવાનોની દરેક મૂવમેન્ટની જાણકારી ગ્રામજનો નક્સલીઓને આપી રહ્યાં હતાં, જેથી નક્સલીઓએ પહાડ પર પહેલાંથી જ એક સ્થાન ગ્રહણ કરી લીધું હતું અને ત્યાંથી સરળતાપૂર્વક અમારા પર તેઓ હુમલો કરી શકે એવી સ્થિતિમાં હતા. અમને પણ ખબર હતી કે જ્યારે જોનાગુડા તરફ જઈશું ત્યારે ઘર્ષણ થઈ શકે છે. જ્યારે અમે ત્યાં પહોંચ્યા ત્યારે નક્સલીઓએ અમારા પર ગોળીઓ વરસાવી હતી.

નક્સલીઓની યોજના આનાથી પણ વિશાળ હતી
સંદીપે કહ્યું હતું કે અમારા જવાનોએ તેમનો ઘેરો તોડ્યો હતો. તેમની બહાદુરીને પરિણામે અમે એક મહિલા નક્સલીનું શબ રિકવર કરવામાં સફળ રહ્યા હતા, નહીંતર નક્સલીઓ મૃતદેહને નથી લઈ જવા દેતા. અહીં ઘર્ષણ કરવા માટે નક્સલીઓ પહેલેથી તૈયારી કરીને આવ્યા હતા. અમને પ્રાપ્ત થયેલી વિગતોના આધારે તેમનો ઉચ્ચ અધિકારી લાંબા સમયથી અહીં નિવાસ કરી રહ્યો હતો. આ એન્કાઉન્ટરમાં નક્સલીઓનો પ્લાન વધુ ઊંડાણભર્યો અને વિનાશક હતો. તેમ છતાં અમે તેમને નાકામ કરવામાં સફળ રહ્યા. અમને પણ થોડુંક નુકસાન થયું છે, પરંતુ ઘણાબધા નક્સલીઓ પણ માર્યા ગયા છે.

STF જવાનના શરીરમાં બોમ્બના ટુકડાઓ ઘૂસી ગયા હતા, તે ઈજાગ્રસ્ત થયો હોવા છતાં પણ નક્સલવાદીઓને જવાબ આપતો હતો.

STF જવાનના શરીરમાં બોમ્બના ટુકડાઓ ઘૂસી ગયા હતા, તે ઈજાગ્રસ્ત થયો હોવા છતાં પણ નક્સલવાદીઓને જવાબ આપતો હતો.

આશરે 5 કલાક સુધી પહાડ પરથી ફાયરિંગની સાથે બોમ્બ ફેંકાયા હતા
હોસ્પિટલમાં સારવાર હેઠળ અંબિકાપુરના એક જવાને જણાવ્યું હતું કે તે સ્પેશિયલ ટાસ્કફોર્સમાં કાર્યરત છે. જોનાગુડામાં નક્સલીઓ રોકેટ લોન્ચર અને બોમ્બ પહાડ પરથી વરસાવી રહ્યા હતા. સતત ફાયરિંગની સાથે વિસ્ફોટો થઈ રહ્યા હતા. અમને યોગ્ય પોઝિશન લેવા માટે સમય નહોતો મળ્યો. એ દરમિયાન ફરીથી નક્સલીઓએ અમને ઘેરી લીધા, જેથી અમે પણ ફાયરિંગ શરૂ કરી હતી. અમને એટલી તો ખબર હતી કે અહીં ઘર્ષણ થઈ શકે છે, પરંતુ આટલું મોટું એન્કાઉન્ટર પરિણમશે એની કલ્પના પણ નહોતી.

Leave a Reply

Translate »