ઓક્સિજનની જરૂર વિનાના દર્દીને હવે સિવિલમાં દાખલ કરવામાં નહીં આવે

  • પહેલીવખત શહેરમાં 894 જ્યારે જિલ્લામાં 213 પોઝિટિવ કેસ નોંધાયા
  • સરકારી હોસ્પિટલોમાં 1059 દર્દીઓ હજુ ગંભીર હાલતમાં છે

સુરત શહેર-જિલ્લામાં કોરોનાના નવા 1104 કેસ નોંધાયા છે, જેમાં શહેરમાં 891 અને જિલ્લામાં 213 કેસ છે. સરકારી ચોપડે શહેરમાં મૃત્યુ 14 જ્યારે જિલ્લામાં એક મળી કુલ 15 મોત નીપજ્યા છે. જોકે સિવિલમાં 101 જ્યારે સ્મિમેરમાં 26 મૃતદેહના અગ્નિસંસ્કાર કોવિડ પ્રોટોકોલથી કરવામાં આવ્યા છે. શહેરની ખાનગી સહિત સરકારી હોસ્પિટલોમાં બેડ ફુલ થઇ જતા દર્દીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે.

દરમિયાન સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજનની જરૂર વિનાના દર્દીઓને દાખલ નહીં કરવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે. જોકે આ અંગે સત્તાવાર કોઇ જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ જે દર્દીઓ 108 દ્વારા આવે છે તેમાં ઓક્સિજનની જરૂર હોય તેવા જ દર્દીને દાખલ કરવામાં આવતા હોવાનું સૂત્રોનું કહેવું છે.

સરકારી હોસ્પિટલમાં 1059 દર્દી ગંભીર હાલતમાં સારવાર હેઠળ
શુક્રવારે શહેરની સરકારી હોસ્પિટલોમાં 1059 દર્દીઓ ગંભીર હાલતમાં સારવાર લઈ રહયા હતા.સિવિલ હોસ્પિટલમાં 640 દર્દી ઓક્સિજન પર,145 દર્દીઓ બાયપેપ પર અને 15 દર્દીઓ વેન્ટિલેટર પર સારવાર લઈ રહ્યા છે.સ્મીમેર હોસ્પિટલમાં 192 દર્દી ઓક્સિજન પર,58 દર્દી બાઇપપે પર અને 9 દર્દી વેન્ટિલેટર પર સારવાર લઈ રહ્યા છે.આમ કુલ 1059 દર્દીઓ સરકારી હોસ્પિટલમાં ગંભીર હાલતમાં સારવાર લઈ રહ્યા છે.

Leave a Reply

Translate »