- ખાતર કંપનીઓ સાથે ભારત સરકારની ઉચ્ચસ્તરીય બેઠકમાં નિર્ણય
- ભાવવધારા સામેના રોષને પગલે સરકારે ખાતર કંપનીઓ સાથે બેઠક યોજી
સ્થાનિક સ્વરાજયની ચૂંટણી પુરી થતા જ ખેડૂતોના પાકને રક્ષણ આપતા ખાતર પર 46થી58 ટકા જેટલો ઊંચો ભાવ વધારો ઝીંકવામાં આવ્યો હતો. ખાતર વધારાના કારણે ખેડૂત સંગઠનોએ આંદોલનની ચિમકી ઉચ્ચારી હતી. ભાવ વધારાના કારણે ફાટી નીકળેલા રોષને ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકારે તાત્કાલિક ખાતર કંપનીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં ખાતરમાં કરાયેલા 46થી58 ટકાનો ભાવ વધારો પાછો ખેંચવામાં આવ્યો હોવાનું કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું.
બંદર અને શીપીંગ વિભાગના કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું હતું કે, ખાતર કંપનીઓ દ્વારા ડીએપી,એમઓપી અને એનપીકેમાં ભાવ વધારો કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ખાતર કંપનીઓએ ડીએપીના રૂ. 1200 હતા ,તેમાં રૂ. 700નો વધારો કરીને રૂ. 1900, એનપીકેના રૂ. 1185 હતા, તેમાં રૂ. 615નો વધારો ઝીંકીને રૂ. 1800 કર્યો હતો. ઉપરાંત એનપીકેમાં રૂ. 1175ના રૂ. 600નો વધારો કરીને રૂ. 1775 કર્યો, એએસપીમાં રૂ. 975નો ભાવ હતો ,તેમાં રૂ. 375નો વધારો કરીને રૂ. 1350 કર્યો હતો. આ ભાવ વધારો અસહ્ય હોવાથી ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો હતો.