રાજપૂત રાજપરાનાં લોકોની એક જ અટક ‘રાઠોડ’; આજ સુધી એકપણ પોલીસ ફરિયાદ નોંધાઇ નથી

  • ગામમાં 6 સભ્ય પૂજારી પરિવારનાં, બાકીનાં 800 લોકોની અટક રાઠોડ
  • ગામમાં એક જ અટક હોવાના કારણે કલેશ નથી થતાં અને લોકો એકસંપ થઇને રહે છે
  • ઊનાથી 9 કિમીના અંતરે આવેલું આ ગામ 700 વર્ષ પહેલાં બંધાયું હોવાની માન્યતા
  • આ ગામમાંથી કોઇપણ વ્યક્તિ મજૂરી કરવા માટે જતું નથી

ઊનાથી 9 કિમી દુર રાજપુત રાજપરા ગામ આવેલું છે. ગામમાં 100 જેટલા ઘર છે અને 806 જેટલી વસતી છે. ગામની વિશેષતા એ છે કે, ગામમાં તમામ લોકો એક જ અટક ધરાવે છે. ગામનાં તમામ લોકોની અટક રાઠોડ છે. ગામમાં રાઠોડ પરિવારનાં નાગણેશ્વર માતાજીનું મંદિર આવેલું છે. મંદિરનાં પુજારીનાં પરિવારનાં 6 સભ્યોને બાદ કરતા 800 જેટલા લોકોની અટક રાઠોડ છે.

આ આખું ગામ આખું ખેતી આધારીત છે

આ આખું ગામ આખું ખેતી આધારીત છે

રાજપુત રાજપરા ગામ 700 વર્ષ પહેલા બંધાયું હોવાનું કહેવાય છે. ગામમાં એક પરિવારની અટક હોવાનાં કારણે કલેશ નથી અને સંપ સાથે લોકો રહે છે. આ અંગે પરાક્રમસિંહ રાઠોડે કહ્યું હતું કે, આજ સુધી ગામમાં પોલિસ ફરિયાદ થઇ નથી. ગામમાં એકસંપ છે. કોઇ ઝઘડો થાય તો તે પણ આપ મેળે ઉકેલી લેવામાં આવે છે. જોકે આવા બનાવો ખુબ જ ઓછા બન્યાં છે.

આઝાદી પછી આજ સુધી ચૂંટણી થઇ નથી
રાજપુત રાજપરા ગામમાં ગ્રામ પંચાયતની ચૂંટણી થતી નથી. અહીં બીનહરીફ ચૂંટણી થાય છે. ગામમાં સર્વસંમતીથી સરપંચ અને સભ્યોની નિમણુંક થાય છે. આઝાદી પછી આજ દિન સુધી ગામમાં ગ્રામ પંચાયતની ચૂંટણી થઇ નથી. – જગદીશસિંહ રાઠોડ, સરપંચ

પાપડ બનાવી બહેનોની મહિને 50 હજારની કમાણી, કોરોના પહેલાં 1 લાખ કમાતી હતી
રાજપુત રાજપરા ગામમાં 20 થી વધુ બહેનો પાપડ બનાવે છે. રોજનાં 40 કિલો પાપડનો તૈયાર લોટ આવે છે. તેનાં પાપડ બનાવી લીજ્જત પાપડને આપે છે અને મહિને 50,000ની કમાણી પણ કરે છે. લોકડાઉન પહેલા 80 કિલો લોટ આવતો હતો. લોકડાઉન પહેલા 1 લાખની આવક થતી હતી.

Leave a Reply

Translate »