રાહતના સમાચાર : પાસપોર્ટમાં સુધારા-વધારા કરાવવા માટે હવે અપોઇન્ટમેન્ટ નહીં લેવી પડે

મુંબઇ. પાસપોર્ટ અંગેના કામ માટે અરજદારોને કોઇ મુશ્કેલીઅો હોય તો હવેથી તેઅો રિજનલ પાસપોર્ટ અોફિસે સોમવારથી શુક્રવાર દરમિયાન અોફિસ સમયે કોઇપણ ­કારના અપોઇન્ટમેન્ટ લીધા વિના જઇ શકશે. પાસપોર્ટના અરજદારોને વર્ષોથી માત્ર બુધવારે જ પાસપોર્ટ અોફિસની મુલાકાત કરવા મળતી હતી. ત્યારે નવા રિજનલ પાસપોર્ટ અોફિસર રેન મિશ્રાઍ અરજદારો ગમે ત્યારે પણ મળી શકે છે તેવો નિર્ણય લીધો છે.
પાસપોર્ટ પર અરજદારોનો ધસારો વધતા દેશભરમાં પાસપોર્ટ સહાયતા કેન્દ્રો કાર્યરત કરવામાં આવેલા છે. હવે કોઇ અરજદારની સમસ્યાનો નિકાલ પાસપોર્ટ સહાયતા કેન્દ્રમાં ન થાય તો અમદાવાદ સ્થિત રિજનલ પાસપોર્ટ અોફિસમાં અધિકારી સમક્ષ પોતાની રજૂઆત કરવાની રહેતી હતી. છેલ્લા ઘણા વર્ષોથી આવા અરજદારો પાસપોર્ટ અોફિસે માત્ર બુધવારે જ અધિકારીને મળી શકતા હતા.
જેના કારણે અરજદારને ગુરૂવારે કોઇ તકલીફ પડે તો આખું અઠવાડિયું રાહ જાવી પડતી હતી. તેના પગલે ઘણી ફરિયાદો ઉઠી હતી. આ દરમિયાન અમદાવાદ પાસપોર્ટ અોફિસનો નવા અધિકારી રેન મિશ્રાઍ ચાર્જ સંભાળ્યો હતો. અરજદારની સમસ્યાનું ઝડપી નિવારણ આવે તે માટે તેમણે અઠવાડિયાના પાંચેય દિવસ અોફિસ કોઇપણ અરજદાર પોતાની સમસ્યા લઇને આવી શકે તેવી વ્યવસ્થા ગોઠવી છે. તેમના આ નિર્ણયથી અરજદારોને પણ રાહત થઇ છે.

Leave a Reply

Translate »