કોરોનાની વેક્સિન કોવિશીલ્ડ બનાવતી પુણેની સીરમ ઈન્સ્ટિટ્યૂટમાં ભીષણ આગ લાગી

પુણેના મંજરીમાં આવેલી સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના નવા પ્લાન્ટમાં આગ લાગી છે. 300 કરોડના ખર્ચે બનેલા આ પ્લાન્ટમાં કોરોના વેક્સિન કોવિશીલ્ડનું મોટે પાયે ઉત્પાદન કરવામાં આવે છે. ગયા વર્ષે જ કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી ડોક્ટર હર્ષવર્ધને આ પ્લાન્ટનું ઉદઘાટન કર્યું હતું, જોકે હજી આ પ્લાન્ટમાં વેક્સિનનું ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું નહોતું.

https://twitter.com/ARanganathan72/status/1352189511132868612

ઘટનાસ્થળ પર 7થી 8 ગાડીઓ હાજર છે અને તે આગ ઓલવવાનો પ્રયત્ન કરી રહી છે. હજી સુધી આગ પર કાબૂ મેળવી શકાયો નથી. આગ લાગવાનું કારણ અને ટર્મિનલમાં કેટલા લોકો ફસાયેલા છે એ વિશેની માહિતી પણ હજી સામે આવી શકી નથી. પાંચ ફ્લોરના આ પ્લાન્ટમાં કોવિશીલ્ડનું પ્રોડક્શન ટૂંક સમયમાં જ શરૂ થવાનું હતું.

Leave a Reply

Translate »