બ્રિટનની બાયોટેક કંપની સેનોટાઈઝ (SaNOtize) રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કોર્પ (SaNOtize), એશફોર્ડ અને સેટ પિટર્સની હોસ્પિટલ્સ NHS ફાઉન્ડેશન સ્ટ્રસ્ટે એવા તબીબી પરિક્ષણોના પરિણામોની જાહેરાત કરી છે કે જેમાં કોવિડ-19ના ટ્રાન્સમિશનને ખૂબ જ ઝડપભેર કાબૂમાં મેળવી શકાય તેવી સલામત અને અસરકારક એન્ટીવાઈરસ ટ્રીટમેન્ટમાં સફળતા મેળી છે.
આ ટ્રીટમેન્ટ સેનોટાઈઝની નાઈટ્રીક ઓક્સાઈડ નેસલ સ્પ્રે (NONS) દ્વારા રજૂ કરવામાં આવી છે. આ ટ્રીટમેન્ટથી ગંભીર પ્રકારના લક્ષણો તેમ જ જોખમી સ્થિતિને ઘટાડી શકાય છે.કોવિડ-19ના પૃષ્ઠી થયેલા 79 કેસોનું મૂલ્યાંકન કરવામાં આવેલુ,જ્યાં રેડોમાઈઝ્ડ, ડબલ-બ્લિન્ડ, પ્લેસબો-નિયંત્રિત બીજા તબક્કામાં સેનોટાઈઝની કોવિડ-19 માટેની પ્રાથમિક ટ્રીટમેન્ટ SARS-Cov-2ના ચોક્કસ સ્તરમાં ઘટાડો કરે છે.
આ અંગે જે તારણો પ્રાપ્ત થયા છે તે પ્રમાણે પ્રથમ 24 કલાકમાં સરેરાશ વાઈરલ લોગનું પ્રમાણ 1.362 હતું, જે આશરે 95 ટકા જેટલું ઘટી ગયું હતું. 72 કલાકમાં વાઈરલ લોડ 99 ટકા કરતા વધારે ઘટાડો જોવા મળ્યો હતો. આ કિસ્સાઓમાં મોટાભાગના દર્દીઓ યુકે વેરિયન્ટથી સંક્રમિત હતા.
કોઈ પ્રકારની આડઅસર કે નુકાસન થયું નથી
તાજેતરમાં કરવામાં આવેલા યુકે ટ્રાયલમાં આરોગ્ય પર કોઈ જ આડઅસર કે હાનિકારક અસર જણાઈ નથી. NONS એ એકમાત્ર નોવેલ થેરાપિક ટ્રીટમેન્ટ રહી છે કે જે માનવીમાં વાઈરલ લોડમાં નોંધપાત્ર પ્રમાણમાં ઘટાડો કરે છે,તેમાં કોઈ જ મોનોક્લોનલ એન્ટીબોડી ટ્રીટમેન્ટ નથી. મોનોક્લોનલ એન્ટીબોડી ક્લિનિકલ સેટીંગમાં ઉચ્ચ વિશેષતા ધરાવતી, ખર્ચાળ અને શરીરની નસો મારફતે કરવામાં આવે છે.
વાઈરસને પ્રારંભિક અવસ્થામાં જ નાશ કરી શકાય છે
કંપનીએ વાઈરસને પ્રારંભિક અવસ્થામાં જ નાશ કરી શકે તેવી ટ્રીટમેન્ટ તૈયાર કરી છે,જેથી ફેફસા સુધી વાઈરસનું સંક્રમણ પહોંચે કે ફેલાય નહીં. તે નાઈટ્રીક ઓક્સાઈડ (NO)આધારિત ન્યુટ્રલ નેનોમોલેક્યુલને માનવ શરીરમાં પેદા કરે છે,જે એન્ટી-માઈક્રોબાઈલના ગુણધર્મો સાથે સીધા જ SARS-CoV-2ને અસર કરે છે, નાઈટ્રીક ઓક્સાઈડ (NO) માટે ફાર્માકોલોજી, ટોક્સિટી, અને સલામત ડેટા દાયકાઓ સુધી માનવીમાં ઉપયોગ માટે સારી રીતે જળવાઈ રહે છે.
કન્સલ્ટન્ટ મેડિકલ વિરોલોજીસ્ટ અને આ NHS ક્લિનિકલ ટ્રાયલના ચીફ ઈન્વેસ્ટીગેટર ડો.સ્ટેફન વિનચેસ્ટરે જણાવ્યું હતું કે આ એક સરળ પોર્ટેબલ નસલ સ્પ્રે છે,જે કોવિડ-19ની સારવારમાં ખૂબ જ અસરકારક બની શકે છે અને સક્રમણને આગળ વધે તેવી સ્થિતિને ઘટાડી શકે છે. સ્ટેફને વધુમાં જણાવ્યું હતું કે કોવિડ-19 મહામારીની માનવજાત પર થયેલી અસર સામે સમગ્ર વિશ્વ લડી રહ્યું છે ત્યારે આ તબીબી ટ્રાયલ ઘણી લાભદાયી નિવડશે.
તબીબી સંશોધન કરનાર સેનોટાઈઝ (SaNotize) વિશે
SaNotize રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કોર્પ એ બાયોટેક કંપની છે,જે વાનકુવર, BC સ્થિતિ વાણિજ્ય ધોરણે કામ કરે છે,તે લિક્વિડનું નિર્માણ કરતી નાઈટ્રીક ઓક્સાઈડના એન્ટીમાઈક્રોબાયલ ગુણધર્મોને લગતી સમસ્યાનો ઉકેલ મેળવે છે.
કંપનીએ માઈક્રોબાયો ઈન્ફેક્શન્સની સરાવાર અને તેના અટકાવ માટે નાઈટ્રીક ઓક્સાઈડ રિલિઝીંગ સોલ્યુશન પ્લેટફોર્મ ટેકનોલોજી (NORSTM) તૈયાર કરી છે અને તેની પેટન્ટ ધરાવે છે.