‘થેંક ગોડ’ ફિલ્મમાં યમલોકની સ્ટોરી હશે,‘મુન્નાભાઈ MBBS’ અને ‘3 ઈડિયટ્સ’ની જેમ દર્શકોને હસાવશે

  • યમરાજા માટે અજયે વજન વધાર્યું નથી
  • સિદ્ધાર્થ મલ્હોત્રા અને રકુલ પ્રીતની લવ સ્ટોરી પણ હશે

અજય દેવગણ, સિદ્ધાર્થ મલ્હોત્રા અને રકુલ પ્રીત સ્ટારર અપકમિંગ ફિલ્મ થેંક ગોડ છે. ફિલ્મનાં ડિરેક્ટર ઇન્દ્ર કુમાર છે અને પ્રોડ્યુસર ભૂષણ કુમાર અને આનંદ પંડિત છે. આ ફિલ્મમાં યમલોકની સ્ટોરી દેખાડવામાં આવશે અને તેમાં અજય યમરાજાના રોલમાં દેખાશે. ફિલ્મનું ફર્સ્ટ શેડ્યુલ પૂરું થઇ ગયું છે. કોરોના સંકટ ટળ્યા પછી મેકર્સ સેકન્ડ શેડ્યુલનું શૂટિંગ શરુ કરી દેશે.

સિદ્ધાર્થ-રકુલ વચ્ચે લવ એન્ગલ હશે
અત્યાર સુધી સ્ક્રીન પર ભારે ભરખમ અને ભેંસ પર બેઠેલા યમરાજ દેખાડવામાં આવતા હતા, તેવું આ ફિલ્મમાં કઈ જ નહિ હોય. આ માટે અજયે વજન પણ વધાર્યું નથી, કારણકે તેનો ગેટઅપ સામાન્ય માણસ જેવો જ હશે. બીજી તરફ સિદ્ધાર્થ મલ્હોત્રા અને રકુલ પ્રીતની લવ સ્ટોરી પણ દેખાશે. ફિલ્મમાં ચાર સોંગ હશે , પણ કોઈ આઈટમ સોંગ નહિ હોય. ફિલ્મની સ્ટોરી મુન્નાભાઈ ‘MBBS’ અને ‘3 ઈડિયટ્સ’ની જેમ દર્શકોને હસાવશે પણ ખરા અને એક મેસેજ પણ આપશે.

ફિલ્મમાં અજય ભેંસ પર સવાર હાથમાં નાગપાશ લઈને નહીં દેખાય

ફિલ્મમાં અજય ભેંસ પર સવાર હાથમાં નાગપાશ લઈને નહીં દેખાય

35થી 40 દિવસનું શૂટિંગ હજુ બાકી
ફિલ્મનું પ્રથમ શેડ્યુલ મુંબઈમાં ચાલુ હતું, તે પૂરું થઇ ગયું છે. આ 8-10 દિવસનું નાનું શેડ્યુલ હતું, શેડ્યુલમાં અજય દેવગણ સામેલ નહોતો. ફિલ્મમેકર સેકન્ડ શેડ્યુલ શૂટ કરવાની રાહ જોઈ રહ્યા છે. કોરોનાની બીજી લહેર અને લોકડાઉન ચાલુ થઇ ગયું. તેની અસર ફિલ્મ પર થઈ. હવે આ ફિલ્મનું 35થી 40 દિવસનું શૂટિંગ બાકી છે. બાકીનું શૂટિંગ મુંબઈમાં જ થશે.

અજયે ફિલ્મ ‘મેડે’નું શૂટિંગ સ્થગિત કર્યું
ભારતમાં કોરોનાનાં વધતા કેસોના કારણે અજય દેવગણના ડિરેક્શનમાં બની રહેલી ફિલ્મ ‘મેડે’નું શૂટિંગ સ્થગિત કરવામાં આવ્યું હતું. અજય તમામ પ્રિકોશન્સની સાથે મહામારી વચ્ચે ડિસેમ્બર 2020થી ફિલ્મને શૂટ કરી રહ્યો હતો.

ફિલ્મ ‘મેડે’ એક સત્ય ઘટના પર આધારિત છે
અજયના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મ ‘મેડે’ 2015માં થયેલી એક સત્ય ઘટના પર આધારિત છે. જ્યારે દોહા-કોચ્ચિની ફ્લાઈટ ખરાબ વિઝિબલિટી કારણે બંધ થઈ ગઈ હતી ત્યારે તેને દક્ષિણ ભારતના બીજા એરપોર્ટ તરફ લઈ જવામાં આવી હતી. રિપોર્ટ પ્રમાણે, ફિલ્મનું શૂટિંગ ભારતના ઘણા એરપોર્ટ પર થવાનું હતું. પરંતુ મહામારીને કારણે આવું થઈ શક્યું નહીં.

અજય દેવગણ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’માં પણ જોવા મળશે
અજયની ફિલ્મો વિશે વાત કરીએ તો તે છેલ્લે ફિલ્મ ‘તાનાજી’માં જોવા મળ્યો હતો. તેની અપકમિંગ ફિલ્મ ‘ભુજ – ધ પ્રાઈડ ઓફ ઈન્ડીયા’, ‘મેદાન’, ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ અને ‘મેડે’ છે.

Leave a Reply

Translate »