સલામ: 22 લાખની એસયુવી કાર વેચીને 4 હજાર દર્દી સુધી પહોંચાડ્યા ઓક્સિજન સિલિન્ડર

કોવિડકાળ દરમિયાન આજકાલ દેશભરમાં ઓક્સિજનની અછતના અને તેનાથી લોકો મોતને ભેટી રહ્યાં હોવાના સમાચાર લગાતાર આવી રહ્યાં છે. મહારાષ્ટ્ર તેમજ મુંબઈમાં પણ આવી જ સ્થિતિ છે ત્યારે મુંબઈના મલાડમાં રહેતા શાહનવાઝ શેખ લોકો માટે મસીહા બની ગયા છે. ‘ઓક્સિજન મેન’ તરીકે પ્રખ્યાત શાહનવાઝ એક ફોન કોલ દ્વારા દર્દીઓ સુધી ઓક્સિજન પહોંચાડવાનું કામ કરી રહ્યા છે. લોકોને મુશ્કેલી ન પડે તે માટે તેઓએ ‘વોર રુમ’ પણ ઊભો કર્યો છે. લોકો સુધી ઓક્સિજનની મદદ પહોંચી શકે તે માટે શાહનવાઝે થોડા દિવસો પહેલા પોતાની 22 લાખ રૂપિયાની એસયુવી કાર પણ વેચી દીધી હતી અને તેની રાશિમાંથી 160 ઓક્સિજન સિલિન્ડર ખરીદ્યા અને જરૂરિયાતમંદ સુધી સપ્લાય શરૂ કર્યો. લોકોની મદદ કરતા કરતા નાણાંની કમી ઊભી થતા તેણે કાર વેચવાનું નક્કી કર્યું.

શાહનવાઝની ઓક્સિજન સેવાની નોંધ સોશ્યલ મીડીયાએ પણ લીધી છે અને ટ્વીટર પર પણ તે ટ્રેડ કરી રહ્યો છે. ‘અસલી હીરો’ તરીકે તે ટ્રેડમાં છે. લોકો તેના ખૂબ જ વખાણ કરી રહ્યાં છે, સાથોસાથ સરકારોને ભાંડી રહ્યાં છે.

https://twitter.com/RaviSha13240106/status/1385171596214669312

પ્રેરણા કેવી રીતે મળી
શાહનવાઝે જણાવ્યું હતું કે, ગયા વર્ષે સંક્રમણ અવધિની શરૂઆતમાં ઓક્સિજનના અભાવને કારણે તેના મિત્રની પત્નીનું એક ઓટો રિક્ષામાં જ મૃત્યુ થયું હતું. જે બાદ તેણે નક્કી કર્યું કે હવે તે મુંબઇના દર્દીઓ માટે ઓક્સિજન સપ્લાયનું કામ કરશે. લોકોને સમયસર મદદ પૂરી પાડવા માટે, શાહનવાઝે એક હેલ્પલાઈન નંબર જારી કરીને વોર રૂમ પણ સ્થાપિત કર્યું. શાહનવાઝ કહે છે કે, હાલ સ્થિતિ પહેલા કરતા વધુ ગંભીર બની છે , જાન્યુઆરીમાં ઓક્સિજન માટે 50 કોલ્સ આવતા હતા ત્યા હવે રોજ 500 થી 600 કોલ્સ આવે છે. હાલત એ છે કે, હવે માત્ર અમે ફક્ત 10 થી 20 ટકા લોકોને જ મદદ કરી શકીએ છીએ.

આવી રીતે પહોંચાડે છે, અત્યારસુધી 4000 લોકોને મદદ કરી ચુક્યા છે
શાહનવાઝે જણાવ્યું કે હાલમાં તેની પાસે 200 ઓક્સિજન ડ્યુરા સિલિન્ડર છે. જેમાંથી 40 ભાડેથી લીધા છે. જેને ઓક્સિજનની જરૂરત હોય છે તેઓ પોતે અગર લઈ જવા લાયક હોય તો તેઓને વોર રૂમ ખાતે બોલાવીને તે પુરો પાડે છે અગર સિલિન્ડર લઈ જવા માટે પણ કોઈ સક્ષમ નથી તો તેઓ તેમના ઘર સુધી પહોંચાડી દે છે. ટીમના સભ્યો દર્દીઓને તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે સમજાવે છે. ઉપયોગ કર્યા પછી, મોટાભાગના દર્દીઓના સંબંધીઓ તેમના વોરરૂમમાં ખાલી સિલિન્ડર પહોંચાડે છે. શાહનવાઝના જણાવ્યા મુજબ, તેઓ ગયા વર્ષથી 4000 થી વધુ લોકો સુધી સિલિન્ડર પહોંચાડી ચુક્યા છે.

Leave a Reply

Translate »