કોરોનાને કારણે અનેક દેશોની આર્થિક સ્થિતિ ડામાડોળ થઈ છે. જેમાંથી, જગત જમાદાર અમેરિકા પણ બાકાત નથી. આંતરરાષ્ટ્રીય બજારમાં, યુએસ ડોલર ઘટીને 2.5 મહિનાની નીચી સપાટી પર આવી ગયો છે. જોકે, એવું નથી કે વિશ્વમાં માત્ર ડોલરનો જ ડંકો વાગે છે. કેટલાક અરબ દેશો છે જેની કરન્સી વિશ્વમાં દરેક ચલણ કરતા ખૂબ જ ઊચું કદ ધરાવે છે. આપણો દેશની કરન્સી તો આ દેશો સામે ખૂબ જ નબળી દેખા દે છે. આવો જાણીએ એ વિશે…
1 દીનાર = 3.32 અમેરિકન ડોલર અને 1 દીનાર = 243 ભારતીય રૂપિયા.
કુવૈતી દીનાર : કુવૈતની કરન્સી દીનાર છે. તેની સામે અમેરિકન ડોલર પણ કમજોર જોવા મળે છે. 1 દીનાર = 3.32 અમેરિકન ડોલર અને 1 દીનાર = 243 ભારતીય રૂપિયા. દીનારને 1961માં ગલ્ફ કરન્સીના સ્થાન પર શરૂ કરવામાં આવ્યુ હતુ. કહેવામાં આવે છે કે શરૂઆતમાં તે એક પાઉંડ સ્ટર્લીંગના સમાન હતુ. વર્ષ 1990માં ઇરાકના કબજા દરમિયાન કુવૈતી દીનારના સ્થાને ઇરાકી દીનાર શરૂ કરવામાં આવ્યા હતા. કબજામાંથી મુક્ત થયા બાદ કુવૈતી દિનારની નવી શ્રૃખંલા બહાર પાડવામાં આવી.
1 દીનાર = 2.66 અમરીકન ડોલર અને 1 દીનાર = 194.72 રૂપિયા.
બહેરીન દિનાર : બહેરીન પણ ઇસ્લામિક દેશ છે અને અહીં પણ દિનાર ચાલે છે. બહેરીન 1971માં આઝાદ થયો અને સંવૈધાનિક રાજતંત્રની સ્થાપના થઇ. 1975માં નેશનલ એસેમ્બલી ભંગ થઇ. 1990માં કુવૈતના હુમલા બાદ બહેરીન સંયુક્ત રાષ્ટ્રસંઘનું સદસ્ય બન્યુ. તે અરબ જગતનો એક ભાગ છે. 1 દીનાર = 2.66 અમરીકન ડોલર અને 1 દીનાર = 194.72 રૂપિયા.
રિયાલ. 1 રિયાલ = 2.60 અમેરીકન ડોલર અને 1 રિયાલ = 190.49 રૂપિયા
ઓમાન રિયાલ : ઓમાન એમ તો નાનકડો દેશ છે પરંતુ તેની કરન્સીનું મૂલ્ય વધુ છે. ત્યાની કરન્સી છે રિયાલ. 1 રિયાલ = 2.60 અમેરીકલ ડોલર અને 1 રિયાલ = 190.49 રૂપિયા