આજે ગુજરાત હાઇકોર્ટમાં ભરૂ વેલ્ચફેર હોસ્પિટલમાં આગ મામલે પણ સુનાવણી થઈ હતી. હોસ્પિટલમાં લાગેલી આગ અને ફાયર સેફ્ટી તેમજ લગ્ન તેમજ ધાર્મિક કાર્યક્રમો પર પ્રતિબંધ લગાવવા પરની સુનાવણી થઈ હતી. કાર્ટે ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિટલમાં આગ મામલે 25 મે સુધી પોતાનો જવાબ રજૂ કરવા માટે કહ્યું હતું. એની સાથે ભરૂચ નગરપાલિકાને પક્ષકાર તરીકે જોડવામાં આવે એવું તેણે કહ્યું હતું. આ લાપરવાહીમાં જવાબદારી નક્કી કરવી જ પડે. કોર્ટે આ મામલે ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઓફિસર, હોસ્પિટલ ટ્રસ્ટ અને ફાયર NOC માટેના નોડલ ઓફિસરને નોટિસ મોકલી છે અને પોતાનો પક્ષ રજૂ કરવા માટે કહેવા આવ્યું છે. હવે હાઇકોર્ટની સુઓમોટો અંગેની સુનાવણી 17મી મેએ હાથ ધરવામાં આવશે. વકીલોએ રજૂઆત કરી હતી કે સરકાર અગાઉથી સોગંધનામુ રજૂ કરે જેથી, તેનો અભ્યાસ થઈ શકે. હાઈકોર્ટે 24 કલાક પહેલા સોગંધનામુ રજૂ કરવા અપીલ કરાઈ.
રિપોર્ટ મુજબ એડવોકેટ અમિત પંચાલે જણાવ્યું હતું કે 18 લોકોનાં આગ લાગવાને કારણે મોત થયાં છે, જેમાં કોની બેદરકારી છે એ માટે પંચ તપાસ કરી રહ્યું છે. હોસ્પિટલમાં ફાયર NOC નથી. નોડલ ઓફિસર બનાવ્યા છે. આ મામલે રાજ્ય સરકારે તપાસ પંચ બનાવ્યું છે, તેઓ રિપોર્ટ લોકો સમક્ષ નથી રાખતા. તેઓ લોકોને સાચી માહિતી કેમ નથી આપતા. આ રિપોર્ટ કેમ સિક્રેટ રાખે છે. અમદાવાદની શ્રેય હોસ્પિટલના તપાસ પંચમાં પણ આવું થયું હતું. આ કોવિડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલ જાહેર કરવામાં આવી ત્યારે NOCની તપાસ કેમ તંત્રએ ન કરી.? આ સવાલ ઉઠાવતા હાઈકોર્ટે કહ્યું કે, ભરૂચની હોસ્પિટલમાંનાં 2 બિલ્ડિંગ છે, જેમાં નવા બિલ્ડિંગમાં NOC ન હતું. આ PILમાં તમારે ભરૂચ નગરપાલિકાને આ સુનાવણીમાં જોડવી જઈએ તો તેઓ જવાબ આપી શકે.
ઉપરાંત સુનાવણીમાં વકીલો કહ્યું કે, લગ્ન અને લોકો ભેગા થાય એવા કાર્યક્રમો 15 દિવસ માટે પ્રતિબંધિત કરવામાં આવે, કારણે કે કેસ ઘટ્યા છે, પણ કેટલાક ધાર્મિક અને લગ્નના કાર્યક્રમોમાં ભીડ થાય છે એ બંધ થવું જોઈએ.
રાજ્ય સરકારે રજૂ કરેલા સોગંદનામામાં આ ખુલાસા રજૂ કર્યા…
હાઇકોર્ટમાં સુઓમોટો અરજીમાં ગુજરાત સરકારે પણ સોગંદનામું રજૂ કર્યું હતું. ગુજરાત સરકારે 56 પેજનું રાજ્ય સોગંદનામું ગુજરાત હાઈકોર્ટમાં રજૂ કર્યું હતું, જેમાં સરકારે જણાવ્યું હતું કે RT-PCRના નવા મશીનમાં વધારો કર્યો છે. 9 યુનિવર્સિટીમાં RT-PCR ટેસ્ટ ચાલુ કર્યા હોવાનો દાવો કર્યો છે. સરકારને 1 દિવસના 16,115 ઇન્જેકશન કેન્દ્ર સરકાર આપશે. સોગંદનામામાં અમદાવાદને એપ્રિલમાં 1,83,257 રેમડેસિવિર ઇન્જેકશન આપ્યાનો ઉલ્લેખ કર્યો છે. હાલ 2547 હોસ્પિટલમાં બેડ ઉપલબ્ધ હોવાનો દાવો પણ કર્યો છે. તો રાજ્યમાં 2547 હોસ્પિટલમાં 1 લાખ 7 હજાર 707 બેડ ઉપલબ્ધ હોવાની પણ વાત કરી છે. સરકારે જણાવ્યું કે 60 હજાર 176 ઓક્સિજન બેડ, 13 હજાર 875 ICU બેડ, રાજ્યમાં 6 હજાર 562 વેન્ટિલેટર બેડ ઉપલબ્ધ, ગામડાંમાં સંક્રમણ અટકવવા કર્યા પ્રયાસ, સરકારે મારું ગામ કોરોનામુક્ત ગામ અભિયાન શરૂ કર્યાનો ઉલ્લેખ, 103 લેબોરેટરી સમગ્ર રાજ્યમાં હોવાનો ઉલ્લેખ, ગ્રામ્ય સ્તરે પણ RT-PCR ટેસ્ટ પર સરકારે ભાર મૂક્યો, રાજ્યમાં ઓક્સિજન પૂરતો જથ્થો મળી રહેશે, રાજ્ય સરકાર નવા ઓક્સિજન પ્લાન્ટ તૈયાર કરી રહી છે.
હાઈકોર્ટે શું આદેશ કર્યા?
- કોર્ટે બીયુસી વગરની સીલ કરાયેલી પાંચ હોસ્પિટલને શરૂ કરવા ઇન્કાર કર્યો
- 161 હોસ્પિટલમાં ફાયર NOC નથી. એ માટે ફાયર વિભાગ અને સ્થાનિક તંત્ર NOC વગરની હોસ્પિટલની મુલાકાત લે. કોણે તપાસ કરી? શું તપાસ કરી એનો રિપોર્ટ લાવો. તમે કોઈ કાર્યવાહી નથી કરતા એનો લોકોમાં આક્રોશ છે. તમે અગાઉ પણ આવું કર્યું છે. ખાલી પેપર પર કાર્યવાહીની વાત થાય છે, તમે એક્શન લેતા નથી. રાજ્ય સરકાર કેમ ચૂપ રહે છે.
- હવેથી નામદાર કોર્ટમાં સરકાર 24 કલાક પહેલાં સોગંદનામું રજૂ કરે એવી અપીલ કરાઈ.