આમ આદમી પાર્ટીના પ્રવક્તા યોગેશ જાદવાણીને કોઈ અજાણ્યાએ મોબાઈલ ફોન નંબર 83202 30501 પરથી જાનથી મારી નાંખવાની ધમકી મળી હોવાની એક અરજી સિંગણપોર પોલીસ મથકમાં કરવામાં આવી છે. સાથોસાથ પોલીસ કમિશનરને પણ તે અંગે લેખિતમાં રાવ કરાય છે. તેવામાં આપ સમર્થકોએ પણ આ નંબર કોને છે તે જાણવાની કોશિશ કરતા સામે પક્ષે બિન્દાસ્ત વોટ્સએપ કરવામાં આવી રહ્યો છે કે, હવે સાલા તમને ફોન કરવાનું પેલા યોગેશ જાદવાણીએ કહ્યું છે ને, કારણ કે યોગેશને મારી નાંખવાની સોપારી લીધી છે ભાજપ તરફથી પચાસ લાખની, અમે પાંચ લોકોની ટુકડી છે. જોકે, આ ભાષા કોઈ કાઠિયાવાડી વ્યક્તિ લખી રહી હોય તેવી લાગી રહી છે અને તેની સત્યતા પોલીસ જ ચકાસી શકે છે કે, આવી રીતે બિન્દાસ્ત કોલ કરનાર અથવા મેસેજમાં પુરાવા આપનાર વ્યક્તિ ખરેખર ક્રિમીનલ છે? શું તેને અંગત વાંધો છે? શું તે માનસિક રીતે બિમાર છે? કે પછી તે ભાજપને બદનામ કરવા માંગે છે? કે પછી તે ભાજપનો સમર્થક હોય અને આપને ડરાવવા માંગે છે?
આપ પ્રવક્તા યોગેશ જાદવાણીએ પોલીસ મથકમાં કરેલી અરજી મુજબ ગઈકાલે એક મોબાઈલ ફોન નંબર 83202 30501 પરથી અજાણી વ્યક્તિનો ફોન આવ્યો હતો. ફોન ઉપાડતા સામે વાળી વ્યક્તિએ એવુ જણાવેલ કે, ” તને હુ રાજકારણમાં તો નહિ રહેવા દઉ,હુ તને બઘે તને બદનામ કરી મુકીશ. તારા વિરુધ્ધના ફોટા-વિડીયો તને બદનામ કરવાના તમામ પુરાવાઓ મારી પાસે છે.”
જાદવાણીએ ફોન કરનારને તેની ઓળખ પૂછતા ફોન કાપી નાંખવામાં આવ્યો હતો. બાદમાં તે વ્યક્તિ દ્વારા વારંવાર ફોન કરવામાં આવતા હતા પણ જ્યારે ફોન ઉપાડવામાં આવે તો કોઇ જવાબ મળતો ન હતો. જાદવાણી સામે ફોન કરે તો ફોન ઉપાડીને કોઈ બોલતું ન હતુ. જેથી જાદવાણીએ કંટાળીને તે નબંર બ્લોક લીસ્ટમાં નાંખ્યો હતો.જોકે, તેમ છતા લગાતાર ઉપરોક્ત નંબર પરથી વારંવાર ફોનનુ નોટિફિકેશન આપતું હોવાથી ફરી જાદવાણીએ તે નંબર પર કોલ કર્યો હતો અને ક્યાંથી બોલો છો? શું કામ છે? ત્યારે ફોન ઉપાડનારે જવાબ આપ્યો હતો કે, , ” તારી બરબાદી બોલુ છું ,તુ જાહેરમાં નિકળવાનુ બંધ કરી દે નહિ તો હવે તને પતાવી દેવાનો છે. અમે પાંચ જણા ની ટુકડી છીએ. સતત તારુ મોનીટરીગં કરી રહ્યા છીએ ને હું સુરતમાં જ રહુ છુ ને ઉધનામાં જ રહુ છુ. તુ રાજકારણ માંથી નિકળી જા નહિ તો તારુ ખુન કરવાની અમને સોપારી મળી છે.” આટલુ કહી તેને ફોન કાપી નાંખ્યો હતો. જેથી, તકેદારીના ભાગરૂપે આપ પ્રવક્તા યોગેશ જાદવાણીએ સિંગણપોર પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપી કાર્યવાહી કરવાની માંગ કરી છે. બપોરે જાદવાણીએ પોલીસ કમિશનરમાં પણ અરજી કરી છે.
યોગેશ જાદવાણીએ કહ્યું કે….
યોગેશ જાદવાણીએ કહ્યું કે હજી સુધી પોલીસે આ મામલે કોઈ કાર્યવાહી કરી હોવાનું ધ્યાનમાં નથી. મારું નિવેદન પણ લેવાયું નથી. મેં પોલીસ કમિશનરને હાલમાં જ અરજી આપી છે. મેં તમામ રેકોર્ડિંગના પુરાવા પોલીસને આપ્યા છે. મને ધમકી આપનાર વ્યક્તિ કદાચ માનસિક બિમાર પણ હોઈ શકે. અવાજ કંઈક અજુગતો હતો જેથી, ઓડિયો રેકોર્ડિંગનો ઉપયોગ પણ કર્યો હોઈ શકે. જોકે, પોલીસ આ મામલે તપાસ કરે તે જરૂરી છે.
(નોંધ: NEWSNETWORKS.CO.IN આ વાઈરલ મેસેજની જવાબદારી લેતું નથી)