આજથી પ્રતિબંધો હટશે:ભારતીય કંપનીઓને રાહત, H-1B વિઝા બેન હટશે, IT એન્જિનિયરોને US મોકલી શકાશે

વૉશિંગ્ટન ડીસી અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા એચ-1બી વિઝા પર મૂકાયેલા પ્રતિબંધ હટાવી દેવાનો નિર્ણય કર્યો છે. આ પ્રતિબંધ 31 માર્ચે સમાપ્ત થઈ ગયા છે. જેનાથી સિલિકોન વેલીની મોટી મોટી કંપનીઓ, આઈટી સર્વિસિઝ સેક્ટરની ભારતીય કંપનીઓને મોટી રાહત મળી છે.

એચ-1બી વિઝાનો ઉપયોગ ટેક્નોલોજી કંપનીઓ વિદેશી કોડર અને એન્જિનિયરોની નિમણૂક માટે કરે છે. ગત વર્ષે જૂનમાં મહામારીને કારણે અમેરિકી જોમ માર્કેટમાં મંદીનો હવાલો આપતાં ટ્રમ્પે એચ-1બી વિઝા સહિત અપ્રવાસીઓ માટેના કાયમી નિવાસ, એચ4, એચ2બી, એલ1 તથા જે કેટેગરીમાં સ્કિલ્ડ વર્કર, મેનેજર વગેરે માટે અસ્થાયી વર્ક વિઝા પર અસ્થાયી પ્રતિબંધ મૂકી દીધો હતો. ગત મહિને બાઈડેન સરકારે તેમાંથી કેટલાક પ્રતિબંધ રદ કર્યા હતા પણ એચ-1 બી વિઝા સહિત કેટલાક અન્ય વિઝા પર પ્રતિબંધ ચાલુ રખાયા હતા.

Leave a Reply

Translate »