ઉત્તર પ્રદેશ પોલીસનો ભયાનક ચહેરો સામે આવ્યો છે. ત્રણ જિલ્લા એવા સામે આવ્યા છે કે જેમાં પોલીસ પર લોકો ફિટકાર વરસાવી રહ્યાં છે. પોલીસે માનવતાની તમામ હદોને લાઘી દીધી છે. બરેલીમાં બારદરી થાના ક્ષેત્રના જોગી નવાડામાં પોલીો માસ્ક ન પહેરવા માટે એક યુવકના હાથ અને પગમાં ખીલા ઠોંકી દેવાનો આરોપ લાગ્યો છે. જ્યારે રાયબરેલીમાં પાંચ યુવકોને આખી રાત પોલીસ સ્ટેશનમાં મારમારવાનો આરોપ છે.
રિપોર્ટ મુજબ બરેલીના બારાદરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતો રણજીત હાથ અને પગમાં ઠોંકાયેલી ખીલી સાથે મળી આવ્યો હતો. તે બુધવારે પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. પરિવારના સભ્યોનું કહેવું છે કે તે રાત્રે 10 વાગ્યે ઘરની બહાર બેઠો હતો. પેટ્રોલીંગમાં નીકળેલી પોલીસે તેને ઘરઆંગણે ઉઠાવી લીધો હતો અને તેને ખૂબ મારમારી તેના હાથ અને પગમાં ખીલા ઠોંકી દીધા હતા. રણજીતની માતા શીલા દેવીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. જોકે એસએસપી રોહિત સજવાને આ આરોપોને ફગાવી દીધા છે. તેમણે કહ્યું કે યુવકે 24 મેના રોજ પોલીસ સાથે અભદ્ર વર્તન કર્યું હતું. માસ્ક પહેર્યા વિના બહાર ચાલવું. તેની સામે એફઆઈઆર નોંધાઈ હતી. તે ધરપકડ ટાળવા માટે કાવતરું ઘડી રહ્યો છે. બીજો કિસ્સો યુપીના મઉનો છે. અહીંના મોહમ્મદાબાદમાં પોલીસકર્મીને એક યુવકે માર માર્યો હોવાનો આરોપ છે કે તે યુવક તેના ઘરની બહાર ઉભો હતો અને તે જ સમયે બે પોલીસકર્મીઓએ તેને ખેંચી લઈ ગઈ અને માર માર્યો. આનો એક વીડિયો પણ સામે આવ્યો છે. પોલીસે હાલ તેની તપાસ કરવાનું જણાવ્યું છે. ત્રીજો કિસ્સો રાયબરેલીનો છે. અહીં એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે પોલીસે તિલક ચઢાવીને પરત ફરનારા સિરસિરા ગામના પાંચ યુવક લવકુશ, શિવકાંત, રાહુલ, વિનય કુમાર અને વિપિન તિવારીને સૂચિ ચોકીમાં લઈ જઈને આખી રાત મારમાર્યા . એએસઆઈ મૃત્યુંજયકુમાર પર મારમારવાનો આરોપ લગાવ્યો છે. યુવકોનું કહેવું છે કે તે બધા મિત્રની બહેનની તિલક આપીને પરત ફરી રહ્યા હતા. ત્યારે સાદા કપડામાં ઉભા રહેલા એએસઆઈએ તેમની કાર રોકી હતી. સાદા કપડામાં હોવાથી અમે કાર ન રોકતા તેઓએ વધુ પોલીસની મદદથી તેઓને અટકાવીને પોલીસ ચોકી લઈ જઈ રાતભર માર્યા. પોલીસે આરોપ નકારતા કહ્યું કે, આ પાંચેય નશામાં હતા અને પોલીસ સાથે અભદ્ર વ્યવહાર કરતા તેમની સામે આઈપીસી 151 હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે..