કોરોના મહામારીની બીજી લહેર પહેલી લહેર ની સરખામણીમાં બાળકોને વધુ પ્રભાવિત કરી રહી છે અને ગુજરાતમાં પણ કોરોનાના બાળ દર્દીઓનું પ્રમાણ નોંધાઇ રહ્યું હોય જિલ્લા પ્રશાસન દ્વારા બાળકોમાં ફેલાતું સંક્રમણ અટકાવવા માટે આગોતરું આયોજન કરી દરેક તાલુકામાં એક બાળરોગ નિષ્ણાત ની નિમણુક ખાનગી ચાઈલ્ડ હોસ્પિટલ સાથે કરાર કરી બાળ દર્દી ને દાખલ કરવાની વ્યવસ્થા,ખાસ આરોગ્ય ઝુંબેશ અને બાળરોગ માટે ની દવા ઓનો પુરતો સ્ટોક કરવા સહિતની માંગ કરતી રજુઆત માજી મંત્રી તુષાર ચૌધરી,જિલ્લા પંચાયતના માજી સદસ્ય દર્શન નાયક, ધારાસભ્ય આનંદ ચૌધરી દ્વારા કરવામાં આવી છે.
સુરત જિલ્લામાં પણ બાળકો માં કોરોના સંક્રમિત કેસો માં વધારો નોંધાઈ રહ્યો છે બાળકો માં પ્રસરી રહેલા આ રોગ ને લઈને સ્થિતિ ચિંતાજનક છે.તાજેતરમા સરકાર તરફથી બહાર પાડવામાં આવતા કોરોના સંક્રમિત ના આંકડા માં ચોંકાવનારી વાત સામે આવી છે.જેમા બાળકો કોરોના સંક્રમિત જોવા મળ્યા છે.જેથી સુરત જિલ્લા કોગ્રેસ સમિતિ દ્વારા જિલ્લામાં ચાઈલ્ડ કોવિડ કેર સેન્ટર તેયાર કરવાની માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત બાળકો માં સંક્રમણ ફેલાતું અટકાવવા માટે જિલ્લા પંચાયતના તંત્ર દ્વારા આગોતરૂ આયોજન કરવામાં આવે અને દરેક તાલુકામાં એક બાળરોગ નિષ્ણાત તબીબને કામગીરી સોંપવામાં આવે તથા ખાનગી ચાઈલ્ડ હોસ્પિટલ સાથે કરાર કરી બાળ દર્દીઓને દાખલ કરાવવાની વ્યવસ્થા કરવામાં આવે.તેમજ બાળકો ના કોન્ટેક્ટ ટ્રેસિગ માટે જિલ્લા પંચાયત ના આરોગ્ય વિભાગ ની ખાસ ટીમો બનાવવામાં આવે અને બાળકો ની આરોગ્ય તપાસણી ઝુંબેશ કાર્યક્રમ શરૂ કરવામાં આવે તેમજ બાળકો માટે ની દવા ઓનો પુરતો સ્ટોક કરવામાં આવે જેથી જિલ્લા નાં નાગરિકો ને ખાનગી મેડિકલ ની મોંઘી દાટ દવાઓની ખરીદી કરવા માં છૂટકારો મળે તેવી માંગ જિલ્લા કોગ્રેસ સમિતિ ના આગેવાનો પૂર્વ કેન્દ્રીય મંત્રી તુષાર ચૌધરી.પૂવૅ જિલ્લા પંચાયત સદસ્ય અને ખેડૂત આગેવાન દર્શન નાયક.અને ધારાસભ્ય તેમજ જિલ્લા કોગ્રેસ સમિતિ ના પ્રમુખ આનંદ ચૌધરી દ્વારા જિલ્લા નાં નાગરિકો ની આરોગ્ય ની સુખાકારી માટે લાગણી સાથે માંગ કરવામાં આવી છે.