આરટીઓના ડ્રાઈવિંગ ટેસ્ટમાં અપોઈન્ટમેન્ટ ટૂંકાવવાનો ખેલ? ભાડાંની કારમાં પાસ કરવાનો પણ ધંધો?

  • રાજા શેખ (98980 34910)

સુરત આરટીઓમાં ફરીથી ભાડાની કાર અને ઓટો રિક્ષા ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક પર દોડતી થઈ ગઈ છે. નવાઈની વાત તો એ છે કે, લાંબી અપોઈમેન્ટને ટૂંકાવીને તાત્કાલિક ડ્રાઈવિંગ ટેસ્ટ પણ લેવામાં આવી રહ્યાં છે અને આ કામ ઈન્ચાર્જ આરટીઓની હાજરી વચ્ચે ટ્રેકનું કામ જોતા આસિસ્ટન્ટ ઈન્સ્પેક્ટરો કરી રહ્યાં છે. આરોપ લાગી રહ્યાં છે કે, અરજદારોની અપોઈન્ટમેન્ટ ટુંકાવાવના રૂ. 1000 (કે જેમાં યોગ્ય કારણ સિવાય બે ત્રણ મહિના બાદની અપાઈન્ટમેન્ટને સેમ ડે અથવા એક બે દિવસ બાદ કરી દેવાય છે) અને ટેસ્ટ ટ્રેકમાં સરળતાથી પાસ થઈ પાકુ લાઈસન્સ ઘરે આવી જાય તે માટે રૂ. 2500થી રૂ. 5000 એજન્ટો મળતિયા આસિસ્ટન્ટો સાથે મળીને વસૂલી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે, સુરત આરટીઓના તત્કાલીન આરટીઓ પાર્થ જોષી અને દીપસંગ ચાવડાના સમયે ડ્રાઈવિંગ ટેસ્ટ પર કડકાઈ વધી હતી અને પતરા પણ મરાવ્યા હતા, પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી તેમાં હલચલ વધી ગઈ છે અને આસિસ્ટનોએ ફરી ‘દુકાન’ શરૂ કરી દીધી હોવાનું લાગી રહ્યું છે. આ મામલે કેટલાક ફોટોગ્રાફ્સ અને વીડીયો સાથે ઉચ્ચ કક્ષાએ ફરિયાદ થઈ હોવાનું જાણવા મળ્યું છે.

ઉચ્ચ કક્ષાએ ફોટોગ્રાફ્સ સાથે થયેલી એક ફરિયાદ મુજબ ટેસ્ટ ટ્રેકનું કામ જોતા સુરત આરટીઓના આસિસ્ટન્ટ ઈન્સ્પેક્ટરો કલ્પેશ અને મેહુલ નામના ફોલ્ડરિયા મારફત આ કામ કરી રહ્યાં છે. જેમાં કેટલાક આર્શીવાદ પામેલા એજન્ટો પણ સામેલ છે. એજન્ટો અલ્ટો, વેગનઆર, બીટ જેવી ફોરવ્હીલ કાર માટે 600થી એક હજાર રૂપિયા વસૂલી રહ્યા છે અને આ કારમાં બ્લૂટૂથ સિસ્ટમ સેટ કરીને ડ્રાઈવિંગ ટેસ્ટ આપનારને કારની પાછળ પાછળ ચાલી ગાઈડ કરી રહ્યાં છે. આ કામ માટે એજન્ટો દ્વારા રૂ. 5000 અલગથી વસૂલાતા હોવાની પણ ભારે બૂમ ઉઠી છે. ચોક્કસ કારનો વારંવાર ઉપયોગ થતા ડ્રાઇવિંગ પરીક્ષા સામે પ્રશ્નો ઉભા થયા છે. એજન્ટો પાસેથી આ રીતનો ઉપલક વ્યવહાર કરનારા ડ્રાઈવિંગ ટેસ્ટમાં પાસ થઈ જાય છે અને એવી ગેરંટી પણ જાહેરમાં અપાતી હોવાની માહિતી મળી રહી છે. ઘણાં વાહનમાલિકો પણ ભાડાની કાર લઈને પરીક્ષા ક્લીયર કરી રહ્યાં છે. પાસે પોતાની માલિકીની કાર હોવા છતાં તેઓ પાસની ગેરંટી વાળી ભાડાની કારનો ઉપયોગ કરી રહ્યાં છે. જ્યારે ઓટો રિક્ષા પણ તેમાં ઉપયોગ થઈ રહી છે. સૂત્રોનું માનીએ તો કેટલાક એજન્ટો તો ડમી ડ્રાઈવર વારંવાર વેશ બદલીને (સ્ત્રી-પુરુષ) બેસાડીને પણ ડ્રાઈવિંગ ટેસ્ટ અપાવી રહ્યાં છે . આ અંગે સુરતના ઇન્ચાર્જ આરટીઓને હાર્દિક પટેલને પણ કેટલાક લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી અને તેઓ હરકતમાં આવ્યા છે અને ટેસ્ટ ટ્રેકના ડેટા તેમણે મંગાવી આકલન શરૂ કર્યુ છે. પરંતુ સવાલ એ થાય છે કે તેમની પીઠ નીચે આસિસ્ટન્ટો આ રીતનો ખેલ કરતા હોય અને તેમને ભનક પણ ન લાગે?

હાલ હવે વાદળ ગરજ્યા છે ત્યારે જોવુ એ રહ્યું કે વરસાદ વરસે છે કે કેમ? કે પછી હંમેશાની જેમ તપાસ ચાલે છેના નામે ફરી બધી વાત પર ઠંડુ પાણી રેડી દેવાશે?

ડ્રાઈવિંગ ટેસ્ટમાં ભાડે ફેરવાતી કાર અને રિક્ષાના નંબરો છે જે ફરિયાદ સાથે ઉચ્ચ અધિકારીઓને આપવામાં આવ્યા છે.

GJ.05.RH.3761 Alto
GJ.05.JM.5756 Alto
GJ.05.CL.1840 wegen R
GJ.16.AP.1336 AltoGJ.05.CP.2754 Beat
GJ.05.CT.4358 A/rixa
GJ.05.BW.3692 A/Rixa
GJ.05.AV.5212 A/Rixa


Leave a Reply

Translate »