એક ક્યૂટ નાની બાળાએ વીડીયો બનાવીને વાઈરલ કર્યો અને ધીરેધીરે તે ટ્વીટર સહિતના સોશ્યલ મીડીયા માધ્યમો પર ભારે પ્રસરી ગયો. તેની અસર એ થઈ કે આ સરકારે નિતીમાં ફરફાર કરવાની ફરજ પડી ગઈ. એક છ વર્ષની બાળકીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક વીડીયો મારફત ફરિયાદ કરી છે કે, સવારે 10થી બપોરે 2 વાગ્યા સુધી તે ઓનલાઈન અભ્યાસ કરે છે અને ટીચર તેને આટલું બધુ કામ (હોમવર્ક) આપે છે. નાના બાળકોને આટલું બધુ કામ કેમ મોદી સાહેબ. આ વિડીયોએ ફક્ત ઇન્ટરનેટ ઉપર દિલ જ નથી જીત્યા, પરંતુ જમ્મુ-કાશ્મીરમાં સ્કૂલનાં બાળકો પરના દબાણને ઘટાડવાની નીતિમાં પરિવર્તનની શરૂઆત કરી છે. આ વિડીયોએ જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાનું ધ્યાન ખેંચ્યું છે. ઉપરાજ્યપાલે બાળકોનો ભાર ઘટાડવાના નિર્દેશ પણ આપ્યા છે. 48 કલાકમાં નીતિ ઘડવા શાળા શિક્ષણ વિભાગને નિર્દેશ આપ્યો છે. આ લખાય છે ત્યાં સુધી આ વીડીયોને 8.5 K વાર શેર કરવામાં આવ્યો છે. 1.7 K કમેન્ટ છે અને 30 K લાઈક છે.
“અસલામુઆલાઇકુમ મોદી સાહેબ” કહીને બાળકી તેના વીડીયોમાં આખા દિવસની દિન ચર્યા ગણાવે છે. તે એટલી ક્યુટ અને ધીરગંભીર એક્સપ્રેશન સાથે વાત કરતી નજરે પડે છે. બાળકી કહે છે “નાના બાળકોને આટલું બધું હોમવર્ક કેમ આપતા હોય છે”. તે કહે છે કે તેણે બહુ કામ કરવું પડે છે અને લાંબા સમય સુધી ઝૂમ ક્લાસ ભરવા પડે છે. બાળકી એમ પણ કહે છે કે “આટલું કામ તો મોટા બાળકોને હોવું જોઈએ, નાના બાળકોને એટલું કામ કેમ આપે છે આ લોકો મોદી સાહેબ.” આખરમાં કહે છે કે, અબ ક્યા કહું, ક્યા પતા. મોદી સાહેબ.