દેશના આરોગ્યમંત્રી કોરોનાના નવા સ્ટ્રેનથી બચવા માટે ડબલ માસ્ક પહેરવા પર ભાર મુક્યો છે. કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો. હર્ષવર્ધનના જણાવ્યા અનુસાર, કોવિડ -19 ના નવા સ્ટ્રેન ટાળવા માટે, આપણે બે માસ્કનો ઉપયોગ કરવો જોઈએ. આ બંને માસ્ક કયા કયા હોવા જોઈએ અને કેવી રીતે પહેરવા જોઈએ તે અંગે તેઓએ ટ્વીટર પર જાણકારી આપી હતી.
કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો. હર્ષવર્ધને તેમના અધિકૃત ટ્વિટર હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો અને કહ્યું કે ડબલ માસ્ક જ આપણને કોવિડ -19 ના નવા સ્ટ્રેનથી બચાવી શકે છે. આ માટે તમારે સર્જિકલ માસ્ક અને કોટન માસ્ક એક સાથે પહેરવા જોઈએ અને તમારે એક જ પ્રકારનાં બે માસ્કનો ઉપયોગ ન કરવો જોઇએ. આ સિવાય તેમણે કહ્યું હતું કે ડબલ માસ્ક એટલે કે સર્જિકલ સાથે કોટન અથવા કોટન સાથે કોટન એક એકસરખા માસ્ક ના વાપરો. તેમજ આ ઉપરાંત N-95માસ્ક સાથે ડબલ માસ્ક પહેરશો નહીં.