• Thu. Mar 28th, 2024

NEWS NETWORKS

Division of City Samay RNI No: GUJGUJ/2016/76484

કોરોનાથી બચવા વિટામિન-D સપ્લિમેન્ટ્સ લેવા અંગે આ બેમાંથી કયો દાવો સાચો?

કેનેડાના વૈજ્ઞાનિકોએ એક રિસર્ચમાં દાવો કર્યોછે કે, વિટામિન-D ન તો કોરોનાથી બચાવે છે અને ન તો તે ગંભીર સ્થિતિ થતાં અટકાવે છે. કેનાડાની મેકગિલ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ આ દાવો કર્યો છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, જેમનામાં વિટામિન-Dની યોગ્ય માત્રા હોય તેને પણ કોરોનાનું સંક્રમણ થઈ શકે છે અને આવા વ્યક્તિઓએ પણ હોસ્પિટલ દાખલ થવાનો વારો આવી શકે છે. જોકે, થોડા સમય પહેલાં જ મેડિસીન યુનિવર્સિટીના રિસર્ચમાં વિપરિત દાવો કરાયો છે. સંશોધકોને દાવો છે કે શરીરમાં વિટામિન-Dની માત્રા વધારે હોય તો કોરોના સંક્રમણ થવાનું જોખમ ઘટાડી શકાય છે. બાર્સિલોના યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ તેમનાં રિસર્ચમાં દાવો કર્યો છે કે વિટામિન-D કોરોનાથી થતાં મૃત્યુનું જોખમ 60% ઘટાડે છે. ગાંધીનગર સ્થિત ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થના ત્રણ રિસર્ચર્સે ઓક્સફોર્ડની જર્નલમાં પ્રસિદ્ધ થયેલી સ્ટડીનો રિવ્યૂ કર્યો. આ રિવ્યૂમાં કોરોનાની સારવાર દરમિયાન દર્દીને વિટામિન-Dની પૂરક દવાઓ આપવામાં આવે તો દર્દીને ICU સુધી પહોંચતાં અટકાવી શકાય છે તેમજ મૃત્યુઆંક ઘટાડી શકાય છે એવું તારણ સામે આવ્યું, પરંતુ તેનાથી વિપરિત દાવો કેનેડાના વૈજ્ઞાનિકો કરી રહ્યા છે.

મેકગિલ યુનિવર્સિટીનાં તાજેતરમાં થયેલાં રિસર્ચનો દાવો આ તમામ દાવાઓને ખોટા સાબિત કરે છે. રિસર્ચ પ્રમાણે, શરીરમાં વિટામિન-D અને કોરોના સંક્રમણ વચ્ચે કોઈ કનેક્શન નથી. નિષ્ણાતોનું કહેવું છે કે અત્યાર સુધી એવું કોઈ પ્રમાણ નથી મળ્યું કે તેનાથી સાબિત થઈ શકે કે વિટામિન-D વાઈરસનાં સંક્રમણને રોકે છે. કેનાડાની મેકગિલ યુનિવર્સિટીના માઈક્રોબાયોલોજિસ્ટ ડૉ. ગુઈલોમ બટલરનું કહેવું છે કે, વિટામિન-D પર જે સ્ટડી થઈ છે તેના આધારે કશું પણ કહેવું મુશ્કેલ છે. તેથી સારું રહેશે કે તેના પર વધુ ટ્રાયલ કરવામાં આવે. જોકે તેના પરિણામ સુધી પહોંચવા માટે ઘણો લાંબો સમય લાગી શકે છે.

આના પર કરવામાં આવ્યું રિસર્ચ

શરીરમાં વિટામિન-Dની વધારે માત્રા હોવા પર માણસના એક પર્ટિક્યુલર જનીન પર અસર પડે છે. આ જનીન પર જ રિસર્ચ કરવામાં આવ્યું. તેમાં 11 દેશોના 4134 કોરોના પીડિત અને 12,848,76 સામાન્ય લોકો સામેલ થયા. આ તમામ લોકો પર અવલોકન કરવામાં આવ્યું કે, જે લોકોમાં વિટામિન-Dની પર્પાપ્ત માત્રા હતી તેમાનાં સંક્રમણ ઓછું ગંભીર હતું અથવા હતું જ નહિ. રિપોર્ટમાં વિટામિન-D અને સંક્રમણની અસર ઓછી થવાના કોઈ પ્રમાણ મળ્યા નથી. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, તેમનું રિસર્ચ વિટામિન-Dના સપ્ટિમેન્ટ્સલ લઈ સ્વાસ્થ્ય સુધારવા માટે સપોર્ટ કરતું નથી.

અમારા Whatsapp ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ : News Networks Social Media Group

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »