દેશમાં હાલ કોરોના સંક્રમણ ભલે કાબુમાં આવ્યું હોય પરંતુ ત્રીજી લહેરની દહેશત વચ્ચે તમામ રાજ્યોએ તૈયારીઓ શરૂ કરી છે. આ દરમિયાન પુણેની ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એજ્યુકેશન એન્ડ રિસર્સએ એક લાખથી વધુ વસ્તી ધરાવતાં 443 શહેરો અને નગરોમાં કોરોનાનો ચેપ ફેલાવાના જોખમી શહેરો અંગે સર્વે કર્યો હતો. જેમાં દિલ્હી ટોચ પર હતું. જ્યારે મુંબઈ બીજા ક્રમે રહ્યું છે જ્યારે અમદાવાદ આ લિસ્ટમાં સાતમાં ક્રમે છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ આઈઆઈએસઈઆરના ફિઝિક્સ વિભાગે ટ્રાન્સપોર્ટેશન નેટવર્ક અને મોબિલિટી પેટર્નનો ઉપયોગ કરીને મેપ બનાવ્યો હતો. જેમાં લઘુત્તમથી લઈ મહત્તમ લેવલ રાખવામાં આવ્યું હતું. રિસર્ચર્સના કહેવા મુજબ આ શહેરો ટ્રાન્સપોર્ટ હબ હોવાથી બહારથી આવતા લોકોના કારણે ચેપ ફેલાવવાનું જોખમ મહત્તમ છે. એમ.એસ.. સનંતનામે કહ્યું, SARS-CoV-2 અને પહેલા ફેલાયેલા અન્ય ઈન્ફેક્શન આના પુરાવા છે.
ઈન્ફેકશનનો સૌથી વધુ ખતરો ધરાવતાં 10 શહેરો
- દિલ્હી,
- મુંબઈ
- કોલકાતા
- બેંગલુરુ
- હૈદરાબાદ
- ચેન્નઈ
- અમદાવાદ
- લખનઉ
- ઝાંસી
- પુણે