પાસપોર્ટના કાર્યની જેમ આરટીઓનું કામ પણ ખાનગી એજન્સીને સોંપાઈ શકે છે

જે રીતે દેશમાં પાસપોર્ટની કામગીરી ખાનગી એજન્સીને સોંપી દેવામાં આવ્યું છે અને રેલવે સહિતના માધ્યમોનું ખાનગીકરણ થઈ રહ્યુ છે, બરાબર એ જ રીતે દેશના 32 રાજ્યોમાં ચાલતી 1293 આરટીઓની કામગીરી પણ ઓનલાઇન કરવા સાથે ખાનગી એજન્સીને સોંપવાનો કેન્દ્ર સરકાર દ્વારા તખ્તો ઘડાયો હોવાના અહેવાલો સામે આવી રહ્યાં છે. રિપોર્ટ મુજબ કેન્દ્ર સરકાર દ્વારા 31 માર્ચે જાહેર કરેલા નોટિફિકેશનનો અમલી કરવા રાજ્ય સરકાર દ્વારા કવાયત હાથ ધરાઇ છે. જેના પ્રથમ તબક્કામાં ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા તમામ આરટીઓ સાથે 28 મેના રોજ ઓનલાઇન બેઠક યોજી હતી. હાલ દિલ્હી એનસીઆર RTOમાં કેટલીક સુવિધાઓ અંગેનો પ્રથમ પ્રયોગ શરૂ કરી દેવાયો છે. તે જોતા નજીકના સમયમાં જ તમામ આરટીઓમાં તેનો અમલ સંભવ બની શકે છે.

હાલ આરટીઓમાં ડ્રાઇવિંગ લાઇસન્સ, ટેક્સ જેવી મોટાભાગની કામગીરી ઓનલાઇન થઇ રહી છે. જેથી નાગરિકોને કચેરી સુધી લાંબા થવુ પડતું નથી. છતાં અંદાજે 15 જેટલી કામગીરીમાં બદલાવ સૂચવવામાં આવ્યો છે જેને પગલે ટેસ્ટ ટ્રેક, લર્નિંગ લાઇસન્સ, ફિટનેસ, વાહન રજીસ્ટ્રેશન, ઇન્ટરનેશનલ લાઇસન્સ અને દંડની ભરપાઇ જેવા કામો નવા સ્વરૂપમાં થશે. જેમાં કેટલાકનું ખાનગીકરણ થશે. હાલનો જે સ્ટાફ છે તેનો ચેકિંગ, એન્ફોર્સમેન્ટમાં ઉપયોગ કરાશે. જોકે રાજયના ટ્રાન્સપોર્ટ વિભાગ હાલ આ મુદ્દે કઈ કહેવા તૈયાર નથી પરંતુ હલચલ તે તરફ જ ઈશારો કરી રહી છે.

આ બાબતો એજન્સીને સોંપી શકે છે

  • જન સુવિધા કેન્દ્ર કે ટ્રેનિંગ સેન્ટરથી ટ્રેનિંગ લઇ ઘરે પરીક્ષા આપી શકાશે.
  • ટેસ્ટ ટ્રેકની કામગીરી ભાગીદારીથી અથવા ખાનગી એજન્સીને આપવાનું સૂચન.
  • વાહનોના ફિટનેસ માટે નવા ફેરફાર મુજબ આધુનિક ફિટનેસ સેન્ટર બનાવાશે.
  • ડિલરને ત્યાંથી વાહનમાં નંબર પ્લેટ લગાવ્યા બાદ ગ્રાહકને મળશે.
  • ઇ-ચલણથી આપેલો મેમોનો કાર્ડથી ભરાશે. જેના માટે નવી નેશનલ સિસ્ટમ ઊભી થશે
  • લાઇસન્સ માટે આધાર લીંક કરશે.
  • લાઇફટાઇમ ટેક્સનું આયોજન.
  • ફિટનેસ સર્ટિફિકેટ માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન અને ફોર્મ સબમીટ થશે
  • મોડિફીકેશન માટે રાજ્ય સરકાર દ્વારા એજન્સીઓને માન્યતા અપાશે.
  • ઈન્ટરનેશનલ લાઈસન્સ ઓનલાઇન અપાશે.
    જૂના વાહન ખરીદનારે પેપર રજૂ કરવાની કામગીરી ઓનલાઇન થશે.
  • નવું વાહનના ટેમ્પરરી રજિસ્ટ્રેશન માટેની મુદત છ મહિના કરાશે
  • બસ સિવાયના વાહનનો ઓનલાઇન ટેક્સ

વાહનના ઈ- રેકોર્ડને સત્તાવાર માન્યતા મળી
વર્ષ 2010થી વાહન 4 સોફ્ટવેર આરટીઓમાં અમલી થયું હતું પરંતુ તેના ડેટાને સત્તાવાર માન્યતા મળી નહોતી. 31 માર્ચે કેન્દ્રના પરિવહન મંત્રાલયે જારી કરેલા નોટિફિકેશનથી તેના ડેટાને સત્તાવાર માન્યતા મળી છે, જે કોર્ટમાં પણ રજૂ કરી શકાશે.

Leave a Reply

Translate »