વિશેષ: લાર ટીમ આઈન્ડહોવેને સૌર ઉર્જાથી ચાલતા મોબાઈલ ઘર તરીકે જેનું વર્ણન કર્યું તેનું અનાવરણ કર્યું છે, જેને સ્ટેલા વીટા કહેવાય છે. આઇન્ડહોવન યુનિવર્સિટી ઓફ ટેકનોલોજીની ટીમ દ્વારા “self-sustaining house on wheels”, તરીકે વર્ણવેલુ હાઉસ વિકસાવ્યું છે., સ્ટેલા વીટા ચાર્જિંગ સ્ટેશનોથી સ્વતંત્ર છે અને સૌર (સોલાર પાવર) ઉર્જા પેદા કરી શકે છે. જ્યારે મુસાફરોને સ્નાન કરવા, ટીવી જોવા, લેપટોપ-મોબાઈલ ફોન ચાર્જ કરવા અને કોફી બનાવવા માટેની સુવિધા પણ પૂરી પાડે છે. સૂરજની રોશની સ્ટેલા વીટા માટે 730 કિમીની મુસાફરી માટે પૂરતી શક્તિ પ્રદાન કરે છે.
ઘરમાં એક છત છે. જે એક જગ્યા પર ઊભું હોય ત્યારે સ્લાઇડ કરે છે, મુસાફરોને ઊભા રહેવાની જગ્યા આપે છે અને આરામ કરવા અથવા રસોઈ માટે વધારાની જગ્યા તેમાં ઊભી કરવામાં આવી છે. આ ઘરમાં વધારાની સોલાર પેનલ સ્લાઈડ કરીને ખોલી શકાય છે અને તેને ફરીથી બંધ પણ કરી શકાય છે. જે વીજળી પેદા કરવાની ક્ષમતાને વધારે છે અને તેની સપાટી બમણી કરીને 17.5 ચોરસ મીટર સુધી વિસ્તારે છે.
સોલર ટીમ આઇન્ડહોવન દ્વારા એક પાયલોટ પ્રોજેક્ટ સ્ટેલા વિટામાં આઇન્ડહોવનથી સ્પેનની દક્ષિણ છેડે મુસાફરી કરતા ફેકલ્ટીના વિદ્યાર્થીઓને સામેલ કરશે.સ્ટેલા વિટાને ડચ ઈ-કોમર્સ ફર્મ કૂલબ્લ્યૂએ (Dutch e-commerce firm Coolblue.) એ સ્પોન્સર્સ કર્યું છે.
ફોટો સૌજન્ય: Bart van Overbeeke