અને અમદાવાદના કલેક્ટરે 11 વર્ષની દિકરીને આ કારણથી એક દિવસની કલેક્ટર બનાવી

આપણા ગુજરાતમાં પણ આવું થાય છે. અધિકારીઓ માનવીય અભિગમ અપનાવે છે. વાત અમદાવાદની છે. અમદાવાદના કલેક્ટર સંદીપ સાંગલેએ આજે એક 11 વર્ષની દિકરી ફ્લોરા અપૂર્વ શાહની આઈએએસ બનવાની ઈચ્છા પુરી કરી હતી. ફ્લોરાને 7 મહિના પહેલા બ્રેઈન ટ્યુમરનું નિદાન થયું અને તેનું ઓપરેશન કરાવાયું હતું. પરંતુ આ ઓપરેશનને કારણે ભણવામાં હોંશિયાર ફ્લોરાની ઈચ્છા હવે પૂરી થાય તેમ ન હોવાથી તેમના પરિવારે એક સામાજિક સંસ્થાને તેની જાણ કરી. તેમના દ્વારા કલેક્ટર સુધી વાત પહોંચી અને તેેઓએ જરૂરી ખરાય કર્યા બાદ ફ્લોરાને એક દિવસની કલેક્ટર બનાવી. ચાર્જ સંભાળ્યા બાદ ફ્લોરાના હસ્તે ચાર્જ સંભાળ્યા બાદ વિવિધ સરકારી યોજના લાભાર્થીઓના પ્રમાણપત્ર પણ વિતરણ કર્યા હતાં. તે પહેલા એક આઈએએસ ઓફિસર ડ્યુટી જોઈન કરે કે રીતે ફ્લોરાનું સ્વાગત કરવામાં આવ્યું.

ફ્લારા અને તેનો પરિવાર ગાંધીનગરના સરઘાસણના રહેવાસી છે. અમદાવાદ જિલ્લા કલેકટર સંદીપ સાંગલેએ મીડીયાને જણાવ્યું હતું કે, એક સામાજિક સંસ્થા મારફતે ફ્લોરાના કલેક્ટર બનવા અંગેની માહિતી મળી. જે બાબતે કચેરી મારફતે ખરાઈ કરી તેની ઈચ્છા પૂર્ણ કરવાનો નિર્ણય લેવાયો. આવતા સપ્તાહે તેનો જન્મદિવસ હોવાથી કલેક્ટર કચેરી ખાતે કલેકટરની હાજરીમાં કેક કાપી ગિફ્ટ પણ આપવામાં આવી. કલેક્ટર સંદીપ સાંગલેએ ફ્લોરાની ઈચ્છા પૂર્ણ કરતા તેનો પરિવાર અને સગાસંબંધીઓ ભાવુક થઈ ગયા હતા.

Leave a Reply

Translate »