ન્યૂઝનેટવર્ક્સ ટીમ: જાહેર પરિવહન ક્ષેત્રે એક તબક્કે જીરો થઈ ગયેલા સુરત શહેરમાં હવે સિટી અને બીઆરટીએસ મળીને કુલ 741 બસો દોડી રહી છે અને તેમાં પણ 166 એ.સી. બસ સામેલ છે. જ્યારે શરૂ્આત 3 બસોથી કરવામાં આવી હતી તે ઈલેક્ટ્રીક બસની સંખ્યા પણ લગાતાર વધારવામાં આવી છે અને હાલ તે 49 જેટલી છે. તેને 150 બસ સુધી લઈ જવાની યોજના છે. મનપાએ આમ તો 300 બસ કેન્દ્ર સરકાર પાસે માંગી હતી.
સુરતમાં આજથી 22 વર્ષ પહેલા ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સ્પોર્ટ (એસટી)ની થોડીગણી સિટી બસ ચાલતી હતી પરંતુ તે પણ ધીરેધીરે બંધ થઈ જતા શહેરના લોકો આંતરિક રસ્તાઓ પર અવરજવર કરવા પૂરેપૂરા ઓટો રીક્ષા અને પોતાના ખા્નગી વાહનો પણ આધારિત થઈ ગયા હતા. વર્લ્ડ બેંકના સુજાવ બાદ સુરત મહાનગર પાલિકાએ જાહેર પરિવહન સેવા શરૂ કરવાનો નિર્ણય લીધો અને 26 જાન્યુઆરી 2016ના દિને સુરતને બીઆરટીએસ બસ સેવા મળી. બીઆરટીએસ પ્રોજેક્ટ પાછળ સુરત મનપાએ કુલ 1671 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો અને 166 એસી બસ સેવા શરૂ કરવામાં આવી. હાલ બીઆરટીએસનો કોરિડોર 110.74 કિલોમીટર લાંબો છે અને તે દેશમાં સૌથી લાંબો મનાય છે. સુરત અને સુડા વિસ્તારની 96 ટકા વસ્તી સુધી આ બસ પહોંચી છે. બીઆરટીએસમાં રોજ 1.40 લાખ મુસાફરો યાત્રા કરે છે. જેમાં સ્વાતંત્ર્ય સેનાનીઓ, પ્રજ્ઞાચક્ષુઓને વિનામુલ્યે અને દિવ્યાંગ વિદ્યાર્થીઓને 40 ટકા અને મહિલા અને સિનિયર સિટિઝન્સને 25 ટકા ભાડામાં રાહત આપી માનવતાનું ઉદાહરણ પુરું પડાઈ રહ્યું છે.
આંતરિક રસ્તાઓ પર પહોંચવા બ્લુ સિટી બસ શરૂ કરાય
ભાજપ શાસકો સાથે મળીને મનપાએ જાહેર પરિવહનને વધુ વિકસાવાનું કામ કર્યું . બીઆરટીએસ બસ માત્ર કોરિડોરમાં મુખ્ય સ્ટેશનોને જ કવર કરતી હોવાથી આંતરિક રસ્તાઓ સુધી પણ બસ સેવા પહોંચે તે માટે બ્લુ સિટી બસની સેવાને અમલમાં લાવવામાં આવી. 26 નવેમ્બર 2016ના રોજ સિટી લિંકની 200બસ શહેરીજનોની સેવામાં મુકવામાં આવી. આજે 43 રૂટપર 575 બસ અને 452 કિમીને વિસ્તાર કવર કરતી દોડી રહી છે.
ઈલેક્ટ્રીક બસ…
સુરત મહાનગર પાલિકા અને ભાજપ શાસકોએ ગ્રીન સિટી અને પ્રદૂષણ અટકાવવાના ઉદેશ્યથી ઈલેક્ટ્રીક બસ દોડાવવા માટેનું પ્લાનિંગ કરી. સરકારની સબસિડી યોજના હેઠળ 300 બસ માંગવામાં આવી. એક કરોડ ઉપરાંતની કિંમતની આ બસ સેવા માટે શરૂઆતમાં 3 બસ ફાળવવામાં આવી. હાલ સુરતના બીઆરટીએસ રૂટ પર 49 બસ દોડી રહી છે. ધીરેધીરે 150 જેટલી બસ શહેરના માર્ગ પર દોડતી થઈ જશે. સુરતમાં આ ત્રણેય બસ મળી આમ સરેરાશ 2.75 લાખ યાત્રીઓ યાત્રા કરે છે પરંતુ કોવિડ બાદ હાલ 2.20 લાખ યાત્રીઓ ફરી લાભ લેતા થયા છે. જેમાં મની કાર્ડ હેઠળના યાત્રીઓ ઘટ્યા હોવાનું નોંધાયું છે એમ મનપાના અધિકૃત સૂત્રોએ જણાવ્યું છે.
- રાજા શેખ (98980 34910)